એરપોર્ટમાં સોનાની લૂંટ થઇ તે ભાગમાં સીસીટીવી જ નહીં હોવાનો ઘટસ્ફોટ - At This Time

એરપોર્ટમાં સોનાની લૂંટ થઇ તે ભાગમાં સીસીટીવી જ નહીં હોવાનો ઘટસ્ફોટ


અમદાવાદ, ગુરુવારઅમદાવાદ એરપોર્ટ
પર વિવાદાસ્પદ બનેલા સોનાની લૂંટ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. એરપોર્ટ પોલીસે એવો
ઘટસ્ફોટ કર્યો છે રીક્ષા પાકગમાંથી સોનાની લૂંટ નોન સીસીટીવી ઝોનમાંથી ચલાવાતી હતી,  જેથી માસ્ટર માઇન્ડ આરોપીઓ પકડાય નહીં. આ ઘટનામાં
પણ પોલીસને આરોપીઓને પકડવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળ્યું
છે. હાઈ સેક્યુરિટી ઝોનમાં આવતા એરપોર્ટ પર સતત વીવીઆઈપી મૂવમેન્ટથી ધમધમતું હોવા છતાં
સુરક્ષામાં પોલમપોલ બહાર આવી છે. અમદાવાદ ના આંતરરાષ્ટ્રીય
એરપોર્ટ થોડા સમય પહેલા રિયાધથી આવેલા મહોમદ ફૈઝલ નામના મુસાફરને કસ્ટમ અધિકારીની ઓળખ
આપી  રીક્ષા પાકગમાંથી સોનાના બીસ્ટિક, બે મોબાઈલ,
૪૦૦૦ રિયાલ લૂંટ ચલાવી હતી. આ આખો મામલો પોલિસ પાસે પહોંચતા તેમાં એરપોર્ટ નમસ્તે જીમાં
કામ કરતા સાત કર્મચારીઓની સંડોવણી બહાર આવતા સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, પોલીસ
સૂત્રો તરફથી માહિતી મુજબ રીક્ષા પાકગ માં જે જગ્યા પરથી લૂંટ ચલાવતી હતી ત્યાં સીસીટીવી
ઉપલબ્ધ જ  નથી આરોપીઓને પકડવા જ્યારે ફરિયાદીની
હાજરીમાં ફૂટેજ ટમનલના આગળના ભાગે ઓપન કરતા તેઓની ઓળખ થઈ હતી.  તેની આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા
મળી હતી.  આ ગંભીર ઘટના બાદ એરપોર્ટ તંત્ર હરકતમાં
આવ્યું નથી અને હજું સીસીટીવી લગાવાયા જ હોવાની ગંભીર બેદરકારી છતી થઈ છે.નવાઇની વાત એ
છે કે, એરપોર્ટનું ખાનગીકરણ થયાના એક વર્ષમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે જ્યાંથી
આવક ઉભી થાય છે ત્યાં પાકગ સ્ટેન્ડ ઉપરાંત ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે હજુ પણ કાયાપલટ
કરાશે. પરંતુ વર્ષ બાદ પણ રીક્ષા પકગ સહિત કેટલીક નવી ખુલ્લો જગ્યાઓ સર્વેલન્સ હેઠળ
ન હોવાથી સુરક્ષાને લઇ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય છે.  જો આ જગ્યા પરથી
ચોરી, લૂંટ કે અન્ય કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ થાય તો આરોપીઓને પકડવા મુશ્કેલ સાબિત થાય
એમ છે.  એરપોર્ટ પર નમસ્તે -જીના કર્મચારીઓએ
સીસીટીવી ન હોવાનો ગેરફાયદો ઉઠાવી છ જેટલા મુસાફરોને લૂંટી લીધા હતા. એરપોર્ટમાં ૨૦૦
જેટલા નવા સીસીટીવી લગાવવામાં વિલંબ

સોનાની દાણચોરી
માટે હબ બનેલા એરપોર્ટમાં પાકગ સહિત અન્ય આસપાસ ખુલ્લા પરિસરમાં ૨૦૦ જેટલા સીસીટીવી
લગાવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. એરપોર્ટ પર 
કેમેરા લગાવવાનો મુદો અતિ સંવેદનશીલ છે તેમ છતાં આ કેમરા કેબલ  કે સોલારથી કનેક્ટ કરવા તે મુદ્દે મડાગાંઠ ચાલી
રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.