ચાઇનિઝ મોબાઇલ કંપની ઓપ્પો ઇન્ડિયાએ રૃ. ૪૩૮૯ કરોડની આયાત ડયુટીની ચોરી કરી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩૪૩૮૯ કરોડ રૃપિયાની ઇમ્પોર્ટ ડયુટીની ચોરી કરવા બદલ ચાઇનિઝ
ફોન મેકર ઓપ્પો ઇન્ડિયાને નોટિસ ફટકારવામાં આવી છે તેમ નાણા મંત્રાલયે એક
નિવેદનમાં જણાવ્યું છે. ઓપ્પોે ઇન્ડિયાના પરિસરોમાં દરોડા દરમિયાન જપ્ત કરવામાં
આવેલા દસ્તાવેજોને આધારે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. નાણા મંત્રાલયે એક
નિવેદનમાં જણાવ્યું છે કે ડિરેક્ટોરેટ ઓફ
રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ તપાસ દરમિયાન ગ્વાંગડોંગ ઓપ્પો મોબાઇલ
ટેલિકોમ્યુનિકેશન કોર્પોરેશન લિમિટેડની સબસિડરી કંપની ઓપ્પો મોબાઇલ ઇન્ડિયા
પ્રાઇવેટ લિમિટેડની ૪૩૮૯ કરોડ રૃપિયાની કસ્ટમ ડયુટી ચોરી પકડી પાડી છે. આ અંગે ઓપ્પો દ્વારા કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ઓપ્પો ઇન્ડિયા સમગ્ર ભારતમાં મોબાઇલ હેન્ડસેટ અને એસેસરીઝના મેન્યુફેકચરિંગ, એસેમ્બ્લિંગ, હોલસેલ ટ્રેડિંગ, ડિસ્ટ્રીબ્યુશન
સાથે સંકળાયેલ છે. આ કંપની દ્વારા ભારતમાં ઓપ્પો, વન પ્લસ અને રિયલમી બ્રાન્ડના નામે ફોનનું વેચાણ કરવામાં
આવે છે. તપાસ દરમિયાન ડીઆરઆઇના અધિકારીઓએ ઓપ્પો ઇન્ડિયા અને તેના
મહત્ત્વપૂર્ણ મેનેજમેન્ટ કર્મીઓના ઘરાોમાં દરોડા પાડયા હતાં. આ દરોડા દરમિયાન
કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતાં. જેના પરથી જાણવા મળ્યું હતું કે કંપનીએ
મોટા પાયે આયાત ડયુટીની ચોરી કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે ખોેટી માહિતી આપીને ઓપ્પો
ઇન્ડિયાએ ૨૯૮૧ કરોડ રૃપિયાની અયોગ્ય ડયુટી રાહતનો લાભ ઉઠાવ્યો હતો. આ સંબધમાં
ઓપ્પો ઇન્ડિયાના સિનિયર મેનેજમેન્ટ કર્મચારીઓ અને ડોમેસ્ટિક સપ્લાયર્સની પૂછપરછ
કરવામાં આવી હતી.
નાણા મંત્રાલયના નિવેદન અનુસાર પૂછપરછ દરમિયાન આ તમામ
અધિકારીઓએ ખોટી માહિતી આપવાનીવાતનો સ્વીકાર કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું
કે ઓપ્પો ઇન્ડિયાએ રોયલ્ટી અને લાઇસન્સ ફીના નામે ચીનમાં નાણા મોકલવાની પણ જોગવાઇ
કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.