યુક્રેન મોકલવાની લાલચ આપી હાડવીના યુવાન સાથે 7 લાખની છેતરપીંડી - At This Time

યુક્રેન મોકલવાની લાલચ આપી હાડવીના યુવાન સાથે 7 લાખની છેતરપીંડી


મહેસાણા,તા.13યુક્રેન મોકલવાની લાલચ આપીને મહેસાણા તાલુકાના હાડવી ગામના
યુવાન સાથે વિસનગરના દલાલ અને દિલ્હીની યુવતીએ રૃ.૭ લાખની છેતરપીંડી આચરી હોવાનો
ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
નોંધાવવામાં આવતા પોલીસે બે ભેજાબાજો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી.સમૃધ્ધી ઈન્ડસ્ટ્રીઝની જમીનમાં પ્લોટ પાડીને વેચાણ કરવાનો વ્યવસાય
કરતા મહેસાણા તાલુકાના હાડવી ગામના સંદીપભારથી જશુભારથી ગોસ્વામીને વિદેશ જવાની ઈચ્છા
હોવાથી વિસનગરમાં રહેતા તેમના જીજાજી દર્શનગીરી ગોસ્વામીએ તેમનો મિત્ર ગુંજન કીરીટકુમાર
વૈદ્ય વિદેશ મોકલવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.જેથી ૨૦૨૦માં તેઓ તેને મળ્યા
હતા અને તેમની વચ્ચે થયેલી વાતચીત મુજબ તેણે લુથોનિયા મોકલવાના રૃ.૬ લાખ થશે જે પૈસા
ત્યાં પહોંચ્યા પછી આપવાના રહેશે પરંતુ હાલ ખર્ચ પેટે રૃ.૫૦ હજાર આપવા પડશે. તે અંતર્ગ
બે દિવસ પછી ગુજનને વિસનગર જઈને રૃ.૪૫ હજાર આપ્યા હતા.ત્યારબાદ પીસીસી કઢાવવામાં વિલંબ
થતાં તેણે ફોન કરીને જણાવેલ કે,હાલમાં લુથોનીયના
વર્ક પરમીટ બંધ થયા હોવાથી યુક્રેન મોકલીશ.થોડા દિવસ બાદ શંકુઝ વોટરપાર્ક નજીક ગુંજન
આવીને પાસપોર્ટ લઈ ગયો હતો અને તા.૧૪-૩-૨૦૨૧ના રોજ તેણે યુક્રેનથી વર્ક પરમીટ આવી ગયા
હોવાનું જણાવી તેના મિત્ર ધવલ પટેલના એકાઉન્ટમાં રૃ.૩૫ હજાર નંખાવ્યા હતા.તેના બે ત્રણ
દિવસ બાદ તેણે ફોન કરી યક્રેનના વીઝા આવી ગયા છે પરંતુ બાકીના પૈસા મળશે તો જ વિઝા
મળશે તેવું જણાવતા સંદીપ ગોસ્વામીએ પોતાના જીજાજીને કહેલ કે,યક્રેન પહોંચ્યા પછી
પૈસા આપવાની વાત થઈ હતી અને ગુંજન અત્યારે પૈસા માંગી રહ્યો છે.જેથી તેમણે  તે મારો મિત્ર અને સારો માણસ છે દગો નહી કરે તેવું
કહેતા તા.૨૯-૭-૨૦૨૧ના રોજ આરટીજીએસ કરીને ગુંજનના એકાઉન્ટમાં રૃ.૧.૯૦ લાખ અને દિલ્હીની
આયશા ચૌધરીના એકાઉન્ટમાં રૃ.૨ લાખ જમા કરાવ્યા હતા.ત્યારબાદ અત્યારસુધીમાં યુક્રેન
મોકલવાના બહાને તેમણે રૃ.૭ લાખની રકમ ટુકડે ટુકડે મેળવી લીધી હતી.દરમિયાન દિલ્હી એરપોર્ટ
પરથી તા.૨૯-૯-૨૦૨૧ના રોજ સંદિપ અને ધવલ વિમાનમાં યુક્રેન પહોંચ્યા હતા.અહીં એરપોર્ટ
ઉપર અધિકારીઓએ પાસપોર્ટ અને વર્ક પરમીટ ચેક કરતાં ખોટા હોવાનું સામે આવ્યું હતું.જેથી
તેઓને પરત આવવું પડયું હતું.પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાના અહેસાસ સાથે યુવાને લાંઘણજ
પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.યુક્રેન એરપોર્ટ ઉપર વર્ક પરમીટ ખોટો હોવાનો ભાંડો ફૂટયોહાડવીના યુવાન સંદિપ ગોસ્વામીને વિમાન માર્ગે દિલ્હીથી
યુક્રેન મોકલી દીધો હતો.પરંતુ અહીં એરપોર્ટ અધિકારીઓએ તેના પાસપોર્ટ અને વર્ક
પરમીટની ચકાસણી કરતાં તે ખોટા હોવાનું અને ભરત પરત જવું પડશે તેમ જણાવતા ઠગાઈનો
ભંડાફોડ થયો હતો.સાત દિવસ સુધી યુક્રેન એરપોર્ટ પર રોકાયા બાદ તેઓ પરત દિલ્હી
આવ્યા અને તેમણે આયશા ચૌધરીના ઘરે જઈ વાત કરતાંતેણે કંઈ ગરબડ થઈ હોવાનું જણાવી ૨૦
દિવસમાં ફાઈલ તૈયાર કરીને યુક્રેન મોકલીશું તેવું જણાવ્યું હતું.આરોપીઓના નામ૧. ગુંજન કીરીટકુમાર વૈદ્ય રહે,ખેરાલુ

૨. આયશા ચૌધરી રહે,દિલ્હી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.