ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસનો બુધવારે વિસ્ફોટઃ 92 કેસ નોંધાયા
મહેસાણા,તા.13ઉત્તર ગુજરાતમાં બુધવારે કોરોના પોઝિટીવ કેસનો જાણે વિસ્ફોટ
થતાં ચોવીસ કલાકના સમયગાળામાં ૯૨ કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી
વધુ ૬૩, પાટણમાં
૧૯ અને બનાસકાંઠામાં ૧૦ કેસનો સમાવેશ થાય છે. અત્યારે આ ત્રણેય જિલ્લામાં ૨૬૬
કોરોના પિટીત દર્દીઓ હોમ આઈસોલેશન અને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ચોથી લહેરમાં કોરોના વાઈરસે શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારોને ઘમરોળ્યો હોય તેવી
પ્રતીતી લોકોને થઈ રહી છે. જેના પગલે આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ છે.
કોરોનાની ચોથી લહેર ધીમે પગલે આગળ ધપી રહી છે.બુધવારે ઉત્તર
ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો.જેમાં
મહેસાણા જિલ્લામાં આરોગ્ય તંત્રની ટીમ દ્વારા
લેવામાં આવેલા સેમ્પલ પૈકી બુધવારે ૧૭૭૭ લોકોનું રીઝલ્ટ આવતા તેમાંથી ૫૧ના
રીઝલ્ટ પોઝિટીવ આવ્યા હતા.જયારે ૪ એન્ટિજન અને અન્ય લેબના ૮ મળી કુલ ૬૩ના રીઝલ્ટ
પોઝિટીવ આવ્યા હતા.જેમાં મહેસાણા તાલુકામાં સૌથી વધુ ૨૧, ખેરાલુ ૨,
કડી ૪ , ઊંઝા ૫, જોટાણા ૩, વિજાપુર ૪,વિસનગર અને
બેચરાજીમાં ૧૨-૧૨ કેસનો સમાવેેશ થાય
છે. જિલ્લામાં અત્યારે ૧૫૫ કોરોનાના એક્ટિવ કેસ છે.ં૨૫ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી
હતી.બનાસકાંઠા જિલ્લામાં ૨૬૦૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે ૧૦ દર્દીઓ
પોઝીટીવ મળી આવ્યા હતા. જેમાં પાલનપુરમાં ૪,
થરાદ ૨, કાંકરેજ
૨, ધાનેરા અને
ભાભરમાં ૧-૧ કેસ નોંધાયો હતો જ્યારે ૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જોકે
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ૩૧ પર પહોંચી ગયો છેજેથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના
પોઝીટીવ દર્દીના સંર્પકમાં આવેલા વ્યક્તિઓના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી છે.પાટણ
જિલ્લામાં બુધવારે ૧૭૩૫ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ૧૯ દર્દીઓનો
રિપોર્ટ પોજીટિવ આવ્યો હતો ત્યારે સિદ્ધપુરમાં ૮, પાટણમાં ૬,
ચાણસ્મામાં ૪ અને સમીમાં થી ૧ મળી કુલ ૧૯ કેસ પોઝીટીવ મળી આવ્યા હતા જોકે ૬
લોકોને સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે જિલ્લામાં પોઝીટીવ
આંક ૮૯ પર પહોંચી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.