મહેસાણાઃ આબુ રોડ-અંબાજી-તારંગા હિલ નવી રેલ લાઈનને લીલીઝંડી - At This Time

મહેસાણાઃ આબુ રોડ-અંબાજી-તારંગા હિલ નવી રેલ લાઈનને લીલીઝંડી


મહેસાણા,
તા.13મહેસાણા જિલ્લાની મુસાફર જનતાને રાજસ્થાન સહિતના ધાર્મિક
સ્થળો સાંકળતી રેલવેની સુવિધા પુરી પાડવા માટે મહેસાણા સાંસદ દ્વારા કેન્દ્ર
સરકારમાં જિલ્લાના ચાર પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરાઈ હતી. જેને આજની
કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં સરકારે લીલીઝંડી આપી વરસો જૂની તારંગાહિલ-અંબાજી-આબુ
રોડ માટે ૧૧૬ કિ.મી.ની નવી રેલવે લાઈનને મંજૂર કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો.
ગુજરાત અને રાજસ્થાનના ધાર્મિક સ્થળોને સાંકળતી રેલવે લાઈન વર્ષ ર૦૨૬-૨૭ સુધીમાં
પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૃ.૨૭૯૮.૧૬ કરોડનો ખર્ચ થશે અને
આગામી વર્ષ ર૦૨૬-૨૭ સુધીમાં તેને પૂર્ણ કરવામાં આવશે.મહેસાણા જિલ્લામાં પ્રજાકીય સુવિધાઓ અન્વયે એકાદ સદીથી
તારંગાહિલ-અંબાજી-આબુરોડ રેલવે સુવિધાની માગણી કરવામાં આવતી હતી. દરમિયાનમાં ગત
એપ્રિલ માસમાં ડીમાન્ડ ફોર ગ્રાન્ટ અંતર્ગત સાંસદ શારદાબેન પટેલ દ્વારા ભારત
સરકારમાં વડાપ્રધાન તથા રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાનમાં આજે
મળેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં 
મહત્ત્વનો નિર્ણય લઈને ૧૧૬ કિ.મી.લંબાઈની તારંગાહિલ-અંબાજી-આબુ રોડ સુધીની
નવી રેલવે લાઈન નાંખવાના પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો હતો. આગામી વર્ષ ર૦૨૬-૨૭
સુધીમાં પૂર્ણ કરવાના થતાં રેલવે લાઈન પ્રોજેક્ટ પાછળ અંદાજિત ખર્ચ રૃ.૨૭૯૮.૧૬
કરોડ જેટલો થનાર છે. ઉલ્લેખનીય છે કે,
હાલમાં મહેસાણાથી વડનગર સુધીની રેલવે લાઈન છે. ભારત સરકારની નવી રેલવે લાઈનની
મંજૂરીના પગલે રૃ. ૫૩૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૬૫ કિલોમીટર લંબાઇની
મહેસાણા-પાલનપુરની ડબલીંગ લાઇનનું ખાતમુહૂર્ત તથા 
રૃ.૪૧૫ કરોડના ખર્ચે  ૪૧ કિલોમીટર
લાંબી વિજાપુ થી આંબલિયાસણ રેલવે લાઇનનું ગેજ પરિવર્તન, રૃ. ૩૪૭ કરોડના
ખર્ચે ૩૭ કિલોમીટરની કલોલ-કડી-કટોસણ લાઇનનું ગેજ પરિવર્તન અને રૃપિયા ૪૧૭ કરોડના
ખર્ચે ૩૯ કિલોમીટરની મોટી આદરજ થી વિજાપુર લાઈનના ગેજ પરિવર્તન સહિત
પાલનપુર-રાધનપુર ની ૧૧૪ કિલોમીટરની લાઇનનું ડબલીંગનો શિલાન્યાસ ગત માસમાં
વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આબુ રોડ-અંબાજી-
તારંગાહિલ નવી રેલ લાઇનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત દેશભરમાંથી
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, માઉન્ટ આબુ ખાતે આવતા સાધકોને વૈકલ્પિક રેલ માર્ગ ઉપલબ્ધ
થશે તેમજ  દેવી શક્તિપીઠ અંબાજી અને જૈન
તીર્થસ્થાનોનું જોડાણ પણ થશે. આ નવી લાઈન રાજસ્થાન અને ગુજરાતના ધાર્મિક સ્થળો
વચ્ચેનો સેતુ સાબિત થશે. આ રેલવે લાઈન રોજીંદા મુસાફરો માટે લાભદાયી અને
આશીર્વાદરૃપ નીવડવાની સંભાવનાને નકારતી શકાતી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.