મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ડીરેક્ટરને હોદ્દા ઉપરથી દૂર કરાયા
મહેસાણા,
તા.13મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ડીરેક્ટર દલજી
ચૌધરીને હોદ્દા ઉપરથી દૂર કરાયા છે. ડીસ્ટ્રીક્ટ બેન્કની મંગળવારે કડીમાં મળેલી
બોર્ડ મીટીંગમાં જિલ્લા સહકારી રજિસ્ટ્રારે લખેલા પત્રને વંચાણે લઈને કાર્યવાહી
કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે,
વઘવાડી સેવા સહકારી મંડળીમાં ટ્રેકટર વેચી મારવાની ગેરરીતિમાં સહકારી મંડળી
અધિનિયમની કલમ હેઠળ દલજી ચૌધરીને ૩ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ખેરાલુ તાલુકાના વઘવાડી ગામની સેવા સહકારી મંડળીમાં ટ્રેકટર
વેચી મારવાની ગેરરીતિમાં જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પ્રમુખપદેથી દલજી ચૌધરીને દૂર
કરી હોદ્દો ધારણ કરવા માટે હુકમની તારીખથી ૩ વર્ષ સુધીની મુદત માટે ગેરલાયક ઠેરવવામાં
આવ્યા હતા. તેથી દલજી ચૌધરીએ અધિક રજિસ્ટ્રાર(અપીલ) સમક્ષ રીવીઝન અરજી કરતાં
જિલ્લા સહકારી રજીસ્ટ્રારના હુકમને રદ કર્યા હતા. તેથી અરજદાર ભગવાન ચૌધરીએ નાયબ
સચિવ (અપીલ) સમક્ષ રીવીઝન અરજી કરતાં તેઓએ અગાઉના હુકમ ઉપર મનાઈ ફરમાવીને ગુણદોષના
આધારે નવેસરથી નિર્ણય કરવા કેસ રીમાન્ડ કર્યો હતો. તેથી જિલ્લા સહકારી
રજીસ્ટ્રારનો હુકમનો અમલ ચાલુ રહેતાં દલજી ચૌધરી કોઈપણ સહકારી સંસ્થામાં હોદ્દો
ધારણ કરી શકે નહી તેમજ ચૂંટણીમાં ભાગ પણ લઈ શકે નહી. દલજી ચૌધરી મહેસાણા જિલ્લા
મધ્યસ્થ સહકારી બેન્કમાં ડીરેક્ટર પદે ચાલુ હોવાથી જિલ્લા સહકારી રજીસ્ટ્રારે
બેન્કના ચેરમેન અને મેનેજરને પત્ર લખીને હુકમનો અમલ કરવા સૂચના આપી હતી. તેથી
મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની મંગળવારે કડી ખાતે યોજાયેલી બોર્ડ
મીટીંગમાં સહકારી રજીસ્ટ્રારનો પત્ર વંચાણે લઈને હુકમનો અમલ કરી ડીરેક્ટરના હોદ્દા
ઉપરથી દૂર કરાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.