સચિનમાં જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડનાર આરોપીને ત્રણ વર્ષની કેદ - At This Time

સચિનમાં જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડનાર આરોપીને ત્રણ વર્ષની કેદ


સુરતઅન્ય કારીગરની હત્યાના ગુનામાં કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવવા હુકમ કર્યોપાંચ
વર્ષ પહેલાં બાકી પગારના મુદ્દે ઝઘડો કરનાર શખ્સને છોડાવવા વચ્ચે પડેલા સાથી
કારીગરને ગુપ્તીથી ઇજા અને અન્ય કારીગરની હત્યાના ગુનામાં આરોપીને આજે એડીશ્નલ
સેશન્સ જજ વિવેક મપારાએ હત્યાના ગુનામાં શંકાનો લાભ તથા જીવલેણ હુમલો કરી ઈજા
પહોંચાડવાના ગુનામાં દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ અને દંડની સજા કરી હતીસચીન જીઆઈડીસી
રોડ નં.2 પ્લોટ નં.2411 સ્થિત હિન્દુસ્તાન ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ ખાતે  ગઈ તા.11-10-17ના રોજ ફરિયાદી જીતેન્દ્ર શીવશંકર
ચૌધરી અન્ય કારીગરો સાથે હાજર હતા. ત્યારે મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની આરોપી
મહમદ અહસાન રઝા મહમદ લેકઅહમદ શેખ(રે.શબનમ નગર, ઉન) કોન્ટ્રાક્ટર રાજેશ યાદવ પાસે પોતાના બાકી
પગાર પેટે રૃ.4080આપવા માટે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. ફરિયાદી તથા મૃતક સુમિત ઉમેશસિંગ
નોનીયા તથા બીજા કારીગરો વચ્ચે પડતાં અહસાન ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો હતો. પણ થોડીવાર
બાદ ગુપ્તી લઇને આવ્યો હતો અને ફરિયાદીને કમરમાં ઘા કર્યો હતો અન્ય કારીગરો આવી જતા
તે નાસી ગયો હતો. બાદમાં આરોપી મહમદ રઝા શેખે રાત્રે રોડ નં.૫૧ પર આવતા મરણ જનાર સુમિત
નોનીયાને તેને પકડી લેતા બંને વચ્ચે ઝપાઝપી થતાં આરોપીએ સુમિતના છાતીના ભાગે ગુપ્તીનો
એક ઘા મારતાં તેનું મોત નિપજ્યું હતુ.સચિન જીઆડીસી
પોલીસે જીવલેણ હુમલો કરવા,હત્યા તથા હથિયારબંધીના ગુનાની કલમનો ભંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી.
આજે કેસની અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. ફરિયાદપક્ષે એપીપી સંતોષ ગોહીલે આરોપી વિરુદ્ધ
કુલ 16 સાક્ષીઓ તથા 23 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. અલબત્ત કોર્ટે આરોપી મહમદ અહસાન
રઝા શેખને હત્યાના ગુનામાં શંકાનો લાભ આપ્યો હતો. પરંતુ ઈપીકો-324 તથા 323ના ગુનામાં
દોષી ઠેરવી ઈપીકો-324 ના ગુનામાં ત્રણ વર્ષની કેદ તથા રૃા.1 હજાર દંડ અને ન ભરે તો વધુ
ત્રણ માસની કેદની સજા ફટકારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.