પોલીસે બીમારીથી મોત કહ્યું હતું તે યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું
- યુવાન ઘરમાં અંડરવેર પહેરેલી હાલતમાં મૃત મળ્યો હતો- પાંડેસરાના
૪૦ વર્ષના સંતોષ ઝાના મોતના ૨૨ મહિના બાદ હાડકાના ડાઇટમસના એફએસએલ ટેસ્ટના
રિપોર્ટમાં ખુલાસોસુરત :પાંડેસરા
પોલીસે અંદાજીત ૨૨ માસ પહેલા જે યુવાનને બીમારીમાં મોત હોવાનું ઉલ્લેખ કર્યું
હતું. જોકે આ યુવાન કોઈ રીતે ડૂબી જવાથી મોત થયું હોવાનું પોસ્ટમોર્ટમનો આવેલા
રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જોકે આ યુવાનને શરીરે ઈજાના નિશાન પર મળી આવ્યા હતા.પ્રાપ્ત
વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય સંતોષ ઝા ગત સપ્ટેમ્બર, ૨૦૨૦ માં
ઘરમાં માત્ર અંડરવેર પહરેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. પાંડેસરા પોલીસે
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. અને બીમારીને લીધે
યુવાનનું મોત થયાનો પોલીસે પેપર્સમાં
ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ
કેજયુલીટી મેડિકલ ઓફિસર (સીએમઓ) ડો. ઓનકાર ચૌધરીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા
યુવાનના બંને હાથમાં કોણી પર તથા જમણા ઘૂંટણ પર અને ગળાના ભાગે ઘસરકાના નિશાન
મળ્યા હતા. અડરવેર ભીની હતી. જેથી શંકા જતા વિવિધ અવયવોનો સેમ્પલ લીધા હતા. જેમાં
છાતીના હાડકાને ડાઈટમસની હાજરી જાણવા માટે એફએસએલમાં મોકલ્યું હતું. પાંડેસરા
પોલીસ આજે રિપૌેર્ટ લઇ સિવિલ પહોંચી હતી. દરમિયાન યુવાનનું કોઇ રીતે ડૂબી જવાથી
મોત થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું. જોકે, યુવાનને ઇજા કેવી રીતે
થઇ ? તે પોલીસ તપાસનો વિષય છે એમ સીએમઓએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.