ઉકાઇના બ્લાઇન્ડ કેચમેન્ટમાં 16 કલાકમાં 20 ઇંચઃ ઇન્ફ્લો 4 લાખ ક્યુસેક - At This Time

ઉકાઇના બ્લાઇન્ડ કેચમેન્ટમાં 16 કલાકમાં 20 ઇંચઃ ઇન્ફ્લો 4 લાખ ક્યુસેક


- ચોપડાવમાં 14 ઇંચ, ઉકાઇમાં 10 ઇંચ વરસાદ : રાતે 10 વાગ્યા સુધી મુશળધાર વરસાદ બાદમાં ધીમો
પડતા ડેમમાં પાણીની આવક ઘટી          સુરતઉકાઇ
ડેમ નજીકના બ્લાઇન્ડ કેચમેન્ટ ગણાતા કાકડીઅંબા અને ચોપડાવમાં સોમવારની રાત્રીના ચાર
કલાકમાં  મુશળધાર વરસાદના પગલે ડેમમાં સીધુ
પાણી ઠલવાતા રાત્રીના ૪.૧૭ લાખ કયુસેક સુધીનો ઇનફલો આવતા સતાધીશો એલર્ટ થઇ ગયા હતા.
ચાર કલાક પછી વરસાદ પણ બંધ થવાની સાથે પાણીની આવક પણ ઘટીને આજે સાંજે છ વાગ્યે ૮૪ હજાર
કયુસેક થઇ જતા રાહતના શ્વાસ લીધા હતા. ઉકાઇ ડેમના
કેચમેન્ટમાં પણ મુશળધાર વરસાદની આગાહી થઇ છે. આ આગાહી વચ્ચે ઉકાઇ ડેમના બ્લાઇન્ડ કેચમેન્ટમાં
સોમવારે સવારથી દેમાર વરસાદ ઝીંકાવવાની શરૃઆત થઇ હતી. જેમાં કાંકડીઅંબામાં સોમવારે
દિવસના ૧૨ કલાકમાં ૧૨ ઇંચ અને ચોપડાવમાં છ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. જયારે ઉકાઇ માં
પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. સોમવારે સાંજના છ વાગ્યા બાદ આ ત્રણેય રેઇનગેજ સ્ટેશનમાં
સાંબલેઘાર વરસાદ શરૃ થયો હતો. સાંજે છ વાગ્યા થી રાત્રીના દસ વાગ્યા સુધીના ચાર કલાકમાં
કાંકડીઅંબામાં બીજો આઠ ઇંચ અને ચોપડાવમાં પણ આઠ ઇંચ વરસાદ ખાબકયો હતો. આમ ૧૬ કલાકમાં
આ બન્ને રેઇનગેજ સ્ટેશનમાં ૨૦ ઇંચ અને ચોપડાવમાં ૧૪ ઇંચ અને ઉકાઇમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો
હતો. આ વરસાદનું પાણી સીધુ ઉકાઇ ડેમમાં ઠલવાતા રાત્રીના આઠ વાગ્યાથી જ હેવી ઇનફલો આવવાની
શરૃઆત થઇ હતી. બે લાખ કયુસેક,
ત્રણ લાખ કયુસેક પાણી આવ્યા બાદ છેક ચાર લાખ કયુસેક ઇનફલો ઉકાઇ ડેમમાં
ઠલવાતા સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા. જો કે બ્લાઇન્ડ કેચમેન્ટમાં વરસાદ બંધ
થવાની સાથે જ પાણીની આવક પણ ઘટતી જઇ ગઇ હતી. આજે સવારે છ વાગ્યે તો ૪૮ હજાર કયુસેક ઇનફલો
આવ્યો હતો. અને આખો દિવસ ધીમે ધીમે વધતો જઇને છેક સાંજે ૮૪ હજાર કયુસેક પહોંચ્યો
હતો. આ સમયે ઉકાઇ ડેમની સપાટી ૩૨૪.૦૪ ફુટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૩૩ ફુટ
અને ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં ૫૧ રેઇનગેજ
સ્ટેશનમાં કુલ ૧૯૬૫ મિ.મિ અને સરેરાશ ૧.૫૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.ઓગસ્ટ-2006 ના પુર બાદથી ઉકાઇ ડેમ
નજીકનો વિસ્તાર બ્લાઇન્ડ કેચમેન્ટ તરીકે ઓળખાય છે

સુરત
શહેરમાં ઓગસ્ટ-૨૦૦૬ માં વિનાશક પુર માં ઉકાઇ ડેમની નજીક જ વિસ્તારમાં અધધધ વરસાદ ઝીંકાયો
હતો. તે વખતે આ વરસાદના આંકડા પણ લેવાતા ના હતા. અને જેવો વરસાદ પડે તેવુ ડેમમાં જ
પાણી આવી જતુ હોવાથી સતાધીશો માટે ડેમ કંટ્રોલ કરવો મુશ્કેલ પડયો હતો. અને લાખો કયુસેક
પાણી છોડવુ પડયુ હતુ. આમ ત્યારથી સતાધીશો ઉકાઇ ડેમ નજીકના વિસ્તારને બ્લાઇન્ડ કેચમેન્ટ
વિસ્તાર તરીકે ઓળખે છે. અને આજે આ વિસ્તારમાં વરસાદના સતત રાઉન્ડ ધી કલોક આંકડા લેવાઇ
રહ્યા હોવાથી મેનેજ કરી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.