પાણીના નિકાલની ગટર બંધ કરાતા ખેતરોમાં પાણી ભરાયા
- લખતર-વિરમગામ ફોરલેનની કામગીરી દરમિયાન - અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુસુરેન્દ્રનગર : લખતર-વિરમગામ ફોરલેનની કામગીરી દરમિયાન પાણીનાં નિકાલની ગટર બંધ કરી દેવાતા આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાઇ છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, લખતર-વિરમગામ રોડની હાલ કામગીરી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના કારણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેતરોમાં પાણી ભરાતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. લખતર નજીક આવેલા ટીંબારાપાટી તેમજ વોરાહર પાટી તરીકે ઓળખાતા સીમ વિસ્તારના ખેતરોમાં રોડસાઈડની ગટર બુરી દેવાતા પાણી ભરાઈ ગયા છે. હાલમાં વાવણીની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડુતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડુતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆત કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.