આજે સિહોરના ટાઉનહોલ ખાતે વંદે ગુજરાત રથ નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું - At This Time

આજે સિહોરના ટાઉનહોલ ખાતે વંદે ગુજરાત રથ નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું


આજે સિહોર ટાઉનહોલ ખાતે વંદે ગુજરાત રથનું ઢોલ નગારા નાં તાલ સાથે ઉત્સાહભેર સ્વાગત કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.
આ તકે રથને કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. છેલ્લા વીસ વર્ષના વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. . વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં 571 લાભાર્થી ઓને આવાસ યોજના ની 3.50 લાખ લેખે સહાય આપેલ તેના પ્રમાણ પત્રો એનાયત કરાયા હતા આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ કીટ જેવી વિવિધ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ સિહોર વોર્ડ નં 5 માં 10 થી વધુ સોસાયટી ને જોડતો પુલ બનાવવામાં આવેલ જે લોકાર્પણ નગરપાલિકા કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વી.ડી નકુમ,ઉપ પ્રમુખ ચતુરભાઈ, પૂર્વ પ્રમુખ,કોર્પોરેટરો, હોદ્દેદારો,નગરપાલિકા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.