માળીયા હાટીના તાલુકાના જુથળ, પાણીધ્રા અને સકરાણા ગામ નાં PGVCL ના પ્રશ્નો મુદ્દે આપનેતા પિયુષ પરમારની આગેવાનીમાં ખેડૂતો ને સાથે રાખી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
માળીયા હાટીના તાલુકામાં ઘણા લાંબા સમયથી પાણીદ્રા અને જુથળ વિસ્તારનું જૂથળ ફીડર અને સકરાણા વિસ્તાર નું બાજ ફીડર માં અવારનવાર ફોલ્ટ ઊભો થાય , જેથી ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આજરોજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી પિયુષ પરમાર, જુથળ ગામ ના સરપંચ ત્રિકમભાઇ પટેલ, સકરાણા ગામ ના સરપંચ મુળુભાઈ સોલંકી, પાણીદ્રા ગામ ના સરપંચ હરેશભાઈ ડાભી, પૂર્વ ફોરેસ્ટર સુખાભાઈ ચાવડા, જુવાનસિંહ સિસોદિયા, ભરતભાઇ ચાવડા, પાણીધ્રા ગામના માજી સરપંચ ભીમભાઇ કરગઠીયા અને 100 જેટલા ખેડૂતોએ કેશોદ PGVCL આવેદન પત્ર આપ્યું હતો અને માંગણી કરી હતી કે અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.