વસતિ નિયંત્રણ માટે મારી જેમ સિંગલ રહો : નાગાલેન્ડના મંત્રીની સલાહ
વિશ્વ વસતિ દિવસે નાગાલેન્ડ સરકારના મંત્રી તેમજેન ઈમના અલાંગે ટ્વિટરમાં એક સલાહ આપી હતી. ઉચ્ચ શિક્ષણ અને આદિવાસી બાબતોના મંત્રી તેમજેને કહ્યું હતું કે લોકોએ હવે સમજદારી બતાવવાની જરૃર છે. વસતિ નિયંત્રણમાં રાખવા માટે મારી જેમ સિંગલ રહેવાની જરૃર છે. લોકોને અવિવાહિત રહેવાની સલાહ આપતી તેમજેનની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. નાગાલેન્ડના મંત્રી ઉપરાંત ભાજપના સ્થાનિક યુનિટના પ્રમુખ તેમજેન ઈમનાએ ઉમેર્યું હતું કે સૂચિત વિકલ્પને પસંદ કરવો જોઈએ, એટલે કે નિયંત્રણમાં જ બાળકોને જન્મ આપવો જોઈએ. અથવા સિંગલ રહીને વસતિ નિયંત્રણમાં ભાગીદાર બનવું જોઈએ. તેમણે લોકોને સિંગલ મૂવમેન્ટમાં ભાગીદાર થવાની લોકોને અપીલ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.