વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યુ
- નવા સંસદીય બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર સ્તંભ લગાવાયો- અશોક સ્તંભનું વજન 9,500 કિલો અને ઊંચાઈ 6.5 મીટર અને 100થી પણ વધુ કલાકારોનું સન્માન કરાયુંનવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યુ હતું. આ વર્ષે સંસદની નવી બિલ્ડિંગનું ઉદઘાટન થવાનું છે તેની તૈયારી રુપે અશોક સ્તંભનું મુખ્ય દરવાજાની બહાર અનાવરણ કરવામાં આવ્યું છે. આ સ્તંભનું કુલ વજન ૯૫૦૦ કિલો છે અને ઊંચાાઈ ૬.૫.મીટર છે. બરોબર ઉપર આ પ્રસંગે આ માટે કામ કરનારા સમગ્ર દેશમાં ૧૦૦થી પણ વધારે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અમલ ક્યારથી શરુ થશે તે નક્કી નથી. તેઓએ નવ મહિના સુધી આ કામ કર્યુ હતું. સત્તાવાળાઓનું શિયાળાનું સંસદીય સત્ર સંસદના નવા બિલ્ડિંગમાં થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતીકને નવા બિલ્ડિંગના પ્રવેશ દ્વારના ઉપર જ લગાવવામાં આવ્યું છે. તેનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર જ ૬,૫૦૦ કિલોનું છે. તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતીકને નવા સંસદીય બિલ્ડિંગના પ્રવેશદ્વારની ઉપર લગાવવાની પ્રક્રિયાના આઠ વિવિધ તબક્કા હતા. તેમા ક્લે મોડેલિંગ તૈયાર કરાયુ હતુ, કોમ્પ્યુટર ગ્રાફિકસ બનાવવામાં આવ્યા હતા. તેના પછી તેને પોલિશિંગ કરાયુ હતુ. આ અનાવરણમાં વડાપ્રધાન મોદીની સાથે લોકસફાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંઘ પુરી ઉદઘાટન સમારંભમાં હાજર હતા. આ માટે સ્થળેે પૂજાવિધિ પણ યોજાઈ હતી. મોદીએ આ બિલ્ડિંગ બનાવનારા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે તેમના કામ પર દેશને ગૌરવ છે. તેઓએ રાષ્ટ્રના ગૌરવને વધારવામાં જબરજસ્ત મહત્વની ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન દ્વારા સન્માનિત થવાના પગલે કામદારો ખુશ હતા. મોદીએ અહીં રામાયણનો સંદર્ભ પણ ટાંક્યો હતો. તેમણે આ ઉપરાંત બની રહેલા સંસદીય બિલ્ડિંગના બિલ્ડિંગ તથા તે પૂરુ થશે ત્યારે કેવું લાગશે તેની ઝાંખી પણ આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.