માળીયાહાટીના નો ભાખરવડ ડેમ બનતા ભાખરવડ ગામ ડુબમાં જતા ગામજનોને ફરી વસવાટ કરવા માટે ગામ તળમાં તંત્ર દ્વારા પ્લોટ ફાળવવામાં અન્યાય કરવામાં આવ્યો હોવાનો ગામજનો નો આક્ષેપ - At This Time

માળીયાહાટીના નો ભાખરવડ ડેમ બનતા ભાખરવડ ગામ ડુબમાં જતા ગામજનોને ફરી વસવાટ કરવા માટે ગામ તળમાં તંત્ર દ્વારા પ્લોટ ફાળવવામાં અન્યાય કરવામાં આવ્યો હોવાનો ગામજનો નો આક્ષેપ


પ્રાપ્ત વિગતો મુજબ માળીયાહાટીના ના ભાખરવડ  ગામે 2016 માં ભાખરવડ ડેમ નું કામ પૂર્ણ થતા ભાખરવડ ગામના લોકોને તંત્ર દ્વારા પુન વસવાટ કરવા પ્લોટ ફાળવવામાં આવેલ પરંતુ છ વર્ષો થયા છતાં હજુ પણ ભાખરવડ ગામના લોકોને પચાસ ટકા પ્લોટની ફાળવણી કરવામાં આવી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાય રહ્યું છે તેમજ ભાખરવડ ગામે વસવાટ કરતા લોકોને કોઈ પાયાની સુવિધા હજુ સુધી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ નથી 350 જેટલા પરિવારો આ ગામે વસવાટ કરે છે તેમાં 50% થી વધારે લોકોને રહેવા માટે પ્લોટ પણ ફાળવવામાં આવેલ ન હોય તેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી પ્રસરી છે આ ગામે એક પણ ઘરે સરકારશ્રીની સહાય મુજબ શૌચાલયો બનાવી આપવામાં આવેલ નથી માત્ર ખેડૂત વર્ગને 300 ચોરસ વાર નો પ્લોટ તેમજ ખેત મજૂરોને 200 ચોરસ વાર નો પ્લોટ ફાળવવામાં આવેલ છે તે પણ ૫૦ ટકા લોકોને ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગામજનો દ્વારા અનેક વખત જિલ્લા કલેકટર મુખ્યમંત્રી શ્રી સિંચાઈ વિભાગ તેમજ તાલુકા કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈપણ જાતનો તંત્ર દ્વારા જવાબ પણ મળતો નથી અને પ્લોટ થી વંચિત લોકોને પ્લોટ પણ ફાળવવામાં આવતા નથી તેમ જે પ્લટો ની ફાળવણી કરેલી છે તે તમામ પ્લોટોને ગ્રામ પંચાયતના રજીસ્ટર બે નંબરમાં હજુ સુધી ચડાવવામાં પણ આવેલ નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવા મા નહીં આવેતો ગામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.