રાજકોટ પ્રસાશન દ્વારા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી - At This Time

રાજકોટ પ્રસાશન દ્વારા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી


મંત્રી જીતુ વાઘાણીએ ભારે વરસાદની આગાહી સબબ તંત્ર દ્વારા વ્યવસ્થાપન સમીક્ષાર્થે બેઠક યોજી

કંટ્રોલ રૂમ, બચાવ રાહત ટુકડી, પૂર ગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સુવિધાઓ, શેલ્ટર્સ, ફૂડ પેકેટ સહિતની તંત્રની તૈયારીઓ

તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની મેળવી માહિતી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નિશ્રામાં બચાવ રાહત વ્યસ્થાપનની કામગીરીની સમીક્ષા અર્થે તમામ જિલ્લામાં પ્રભારી મંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જિલ્લા પ્રસાશન સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી તૈયારી અંગે સમીક્ષા કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.