ચંદ્રાલા નજીક દારૃ ભરેલી કાર પલટી,બેના મોતઃમહિલા ઘાયલ
ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપરઅમદાવાદના બે યુવકો અને યુવતી દેશીદારૃનો જથ્થો ભરી જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતઃમાર્ગ પર દારૃની રેલમછેલગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દારૃની
હેરાફેરી વધી રહી છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે ચંદ્રાલા પાસે દેશીદારૃના જથ્થા
ભરેલી કાર પલ્ટી જતા માર્ગ ઉપર દારૃની રેલમછેલ સર્જાઇ હતી ગંભીરરીતે ઘવાયેલા ચાલક
અને સવાર યુવાનનુ મોત નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર યુવતીને ગંભીર ઇજાએ પહોંચી
હતી આ મામલે ચિલોડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી દારૃની હેરાફેરી
કરવામાં આવે છે ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર હેરાફેરીનું પ્રમાણ વધ્યું
છે. અમદાવાદના ઘીકાંટા -મોટી હમામની ચાલીમાં રહેતો પ્રદિપ રમેશભાઇ ચૌહાણ તેનો
મિત્ર સ્વરૃપ રૃપેશભાઇ પવાર અને નિશા નિમેશભાઇ પંચાલ ગઇકાલે રાત્રે હિંમતનગર તરફથી
તેમની કારમાં દેશી દારૃનો જથ્થો ભરીને અમદાવાદ જઇ રહ્યા હતા તે દરમિયાન ચંદ્રાલા
પાસે પ્રદિપે કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી ખાઇ ગઇ હતી જેના કારણે
ત્રણેય ઘાયલોને સારવાર માટે છાલા આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં
સ્વરૃપનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ ગાંધીનગર સિવિલમાં પ્રદિપનું પણ મોત
નિપજ્યું હતું. જ્યારે નિશાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં
આવી હતી. આ અકસ્માત મોતની ઘટનામાં ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી
છે. આ અકસ્માતને કારણે માર્ગ ઉપર દેશી દારૃની રેલમછેલ થઇ ગઇ હતી જો કે, પોલીસે કારમાંથઈ
૬૪ લીટર દેશી દારૃનો જથ્થો પણ કબ્જે કરીને પ્રોહિબીશન એક્ટ મુજબ અલગથી ગુનો દાખલ
કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.