ફોન-પે એપ્લીકેશનમાં નોટીફિકેશન મોકલીને વેપારી સાથે છેતરપિંડી
અમદાવાદસાણંદમાં પાન-મસાલાનો વેપાર કરતા વ્યક્તિને ફોન પે એપ્લીકેશન પર નોટીફિકેશન
મોકલીને કોઇ ગઠીયાએ તેની સાથે નાણાંકીય છેતરપિડી કર્યાની ફરિયાદ સાણંદ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં તેણે
મોકલેલા ત્રણ નોટીફિકેશન પર ક્લીક કરતા એક નોટીફિકેશન પ્રમાણે ૨૪૯૯ રૂપિયા કપાયા હતા.
જો કે ત્યારબાદ વેપારીએ નોટીફિકેશન પર ક્લીક ન કરતા વધુ નાણાં કપાતા બચી ગયા હતા. ફોન
પે એપ્લીકેશન પર નોટીફિકેશન મોકલીન છેતરપિંડી કરવાની નવી મોડ્સ મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ
પણ ચોંકી ઉઠી છે. સાણંદના જાંબુથળ ગામમાં રહેતા રાજુભાઇ મકવાણાં સાણંદમાં પાન-મસાલાનો વેપાર કરે
છે. નાણાંકીય વ્યવહાર માટે ફોન-પે અને ગુગલ પે એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. થોડા દિવસ
પહેલા તેમને કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે જણાવ્યું હતું
કે તે ફોન-પે થી વાત કરે છે અને તેણે કેટલીંક પ્રોસેસ માટે નોટીફિકેશન મોકલ્યાનું જણાવ્યં
હતું. જેથી રાજુભાઇએ ફોન પે પર આવેલા નોટીફિકેશન પર ક્લીક કરતા તેમના એકાઉન્ટમાંથી
૨૪૯૯ રૂપિયા કપાઇ ગયા હતા. જેથી તેણે ફરીથી નાણાં પરત કરવા માટેનું કહીને બે નોટિફીકેશન
મોકલ્યા હતા. જેમાં પણ તેમના પાંચ હજાર રૂપિયા કપાયા હતા. તેમ છંતાય, તેણે વધારાના નોટીફિકેશન
મોકલ્યા હતા. પણ રાજુભાઇએ નોટીફિકેશન પર ક્લીક કર્યા નહોતા. બાદમાં કોલ કરનારને ફોન
કરતા તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જે અંગે રાજુભાઇની ફરિયાદને આધારે સાણંદ પોલીસે
ગુનો નોંધી હતી. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે નોટીફિકેશનમાં ફ્રોડર તેનો એકાઉન્ટ
સાથે જોડાયેલા નંબરથી ટ્રાન્સફર થનારી રકમ લખે છે. જેના પર સીંગલ ક્લીકથી નાણાં કપાઇ
છે. જેમાં ક્યુ આર કોડ કે પીનની જરૂર રહેતી નથી. જેથી આ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી
થવાની શક્યતા વધી જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.