વઢવાણ, ધ્રાંગધ્રા તાલુકામાં દોઢ અને ચોટીલા પંથકમાં એક ઈંચ વરસાદ
- સાયલા તાલુકાને બાદ કરતા અન્ય નવ તાલુકામાં મેઘ મહેર- શહેરનાં નિચાણવાળા માર્ગો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસથી છવાયેલા મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સવારથી જ મેઘમહેર યથાવત રહેતા સાયલા તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં અડધાથી દોઢ ઈંચ વરસાદ થયો છે. સૌથી વઢવાણ-ધ્રાંગધ્રા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ પડયો હોવાનું જિલ્લા ફ્લડ કન્ટ્રોલરૂમ દ્વારા જણાવાયુ છે. ઝાલાવાડ પંથકમાં વરસાદી માહોલ બરાબરનો છવાયો છે. બે દિવસથી પડી રહેલા વરસાદથી ઝાલાવાડના લોકો અને ખેડુતોનાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. સોમવારે સવારથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. એકમાત્ર સાયલા તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ પડયો છે. સૌથી વધુ વઢવાણ તાલુકામાં દોઢ ઈંચ (૩૪ મી.મી.), ધ્રાંગધ્રા તાલુકામાં દોઢ ઈંચ (૩૩ મી.મી.) ચોટીલા તાલુકામાં સવા ઈંચ (૨૮ મી.મી.) થાનગઢ અને દસાડા તાલુકામાં ૧૭-૧૭ મી.મી, મુળી તાલુકામાં ૭ મી.મી, લખતર તાલુકામાં ૫ મી.મી, લીંબડી તાલુકામાં ૧૩ મી.મી, ચુડા તાલુકામાં ૧૦ મી.મી, વરસાદ સાંજના ૬ વાગ્યા સુધીમાં નોંધાયો હતો. તમામ તાલુકામાં મળીને જીલ્લામાં સોમવારે સાંજ સુધીમાં કુલ ૧૬૪ મી.મી. વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર શહેરમાં મધરાતે ધોધમાર વરસાદ પડતા અનેક લોકો જાગી ગયા હતા અને સવારથી ફરી વરસાદ શરૂ થયો હતો. શહેરનાં નિચાણવાળા માર્ગો-વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. હવામાન ખાતાની હજુ પાંચ દિવસ વરસાદની આગાહી છે. અને હાલમાં પણ જીલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યુ છે.સોમવારની સાંજ સુધીમાં જિલ્લામાં નોંધાયેલો વરસાદ
ચુડા
૧૦ મી.મી
ચોટીલા
૨૮ મી.મી
થાનગઢ
૧૭ મી.મી
દસાડા
૧૭ મી.મી
ધ્રાંગધ્રા
૩૩ મી.મી
મુળી
૭ મી.મી
લખતર
૫ મી.મી
વઢવાણ
૩૪ મી.મી
સાયલા
૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.