દસ શખ્સોએ ધારિયા-તલવારથી હુમલો કરતા ત્રણ વ્યક્તિને ઈજા
- રતનપરમાં બળાત્કારની ફરિયાદ પાછી ખેચવાનું કહીને - ટીવી સહિતના સામાનની તોડફોડ કરી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે જોરાવરનગર પોલીસમાં 9 શખ્સો સામે ફરિયાદ સુરેન્દ્રનગર : રતનપરમાં એક મહિના પહેલા થયલી પોલીસ ફરિયાદના મનદુઃખમાં દસ શખ્સોએ ધારિયા-તલવાર ધોકાથી હુમલો કરીને ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નવ શખ્સો સામે દાખલ થતા જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, રતનપરમાં રહેતા રફીકભાઈ આદમભાઈ કટીયાના ભત્રીજાએ એક મહિના પહેલા ગુલામ મહંમદ રહીમભાઈ જેડા વિરૃધ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. ઈદના દિવસે રફીકભાઈ કટીયા તથા અન્યો તેમના સંબંધી જુસબભાઈ રહેમાનભાઈ કટીયાના ઘરે હતા ત્યારે સમીર ગુલામહુસેન માલાણી સહિત દસ શખ્સોએ ધારિયા અને તલવાર-પાઈપ-ધોકા જેવા હથિયારો સાથે આવીને પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહીને ઝગડો કરીને જીવલેણ હુમલો કરતા રફીકભાઈ આદમભાઈ કટીયા, લતીફભાઈ, જુસબભાઈ રહેમાનભાઈ કટીયાને ઈજા થઇ હતી. તેમજ ટીવી સહિતના સામાનની તોડફોડ કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રફીકભાઈ આદમભાઈ કટીયાએ જોરાવરનગર પોલીસમાં સમીર ગુલાબહુસેન માલાણી, ઈકબાલ ગુલામહુસેન માલાણી, કાસીમ રહીમભાઈ જેડા, રમજાન રહીમભાઈ જેડા, ઈદરીશ મહેબુબભાઈ કટીયા, રોનક મહેબુબભાઈ મોવર, અનીશ રફીકભાઈ માલાણી, આસીફ ગુલાબહુસેન માલાણી, ઈકબાલ અયુબભાઈ મોવર, તથા સાહિલ ગુલામહુસેન માલાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.