GSTની આવકમાં ઘટનું વળતર વધુ બે વર્ષ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવારદસ રાજ્યોની માગણીને ધ્યાનમાં લઈને કદાચ કેન્દ્ર સરકાર કે જીએસટી કાઉન્સિલ તેમને ૧૪ ટકાના વાર્ષિક વધારા સાથેનું વળતર આપવાનુૂં વધુ બે વર્ષ માટે ચાલુ રાખવાનો નિર્ણય લે તેવી સંભાવના છે. જોકે તેમની વાર્ષિક આવકમાં ૧૪ ટકાનો વધારો થશે તેવી ગણતરી સાથે વળતર આપવાને બદલે કદાચ નોર્મલ આવકમાં પડનારી ઘટ ઉપરાંત બે પાંચ ટકા વળતર ઉમેરીને વળતરની રકમ આપવાનું ચાલુ રાખે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આ વળતર આગામી બેએક વરસ માટે ચાલુ રહે તેવા નિર્દેશો મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના વર્ષમાં કેન્દ્ર સરકારે રૃા. ૨.૬૯ લાખ કરોડની લોન લઈને રાજ્યોને વળતર ચૂકવ્યું હતું. તે પછી ૩૦મી જૂન ૨૦૨૨ના મુદત પૂરી થતાં કેન્દ્ર સરકારે વળતર આપવાની ન પાડી દીધી હતી. પરંતુ હવે આ મુદ્દે નવેસરથી વિચારણાં થવાની સંભાવના છે. જોકે કોરોના કાળમાં જીએસટીની આવક ઘટી જતાં રાજ્યોને વળતર આપવાની કાયદેસરની જોગવાઈનું પાલન કરવા માટે કેન્દ્ર સરકારે લીધેલી લોનના બાકી નાણાં ભરપાઈ કરવા માટે સેસ વધુ પોણા ચાર વર્ષ માટે ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હોવાનું લોજિક રજૂ કરવામાં આવ્યું છે. તદુપરાંત માફી પાત્ર ચીજવસ્તુઓની યાદીમાંથી સંખ્યાબંધ આઈટેમ્સને બહાર કાઢી છે. આ આઈટેમ્સને બહાર કાઢી હોવાથી તેના પર પાંચ ટકા ટેક્સ નાખવામાં આવે તો પણ સરકારને ૭૫૦૦૦ કરોડથી ૧ લાખ કરોડ કે તેનાથીય વધુ આવક થવાની સંભાવના રહેલી છે. આ ચીજ વસ્તુઓની સંખ્યા ઘણી છે. તેમાં દૂધ,દહીં, અગાઉથી પેક કરીને વેચવા માટે તૈયાર રાખેલા અનાજ, કઠોળ, રાગી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. તેના થકી થનારી આવકનો ઉપયોગ કરીને રાજ્ય સરકારોને વધુ બે વર્ષ સુધી વળતર આપવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે. જોકે તેમને ૧૪ ટકાના વધારા સાથે આ વળતર આપવામાં આવશે નહિ. જીએસટીની આવકમાં ૧૪ ટકાના વાર્ષિક વધારા સાથે પડતી ઘટની રકમ કેન્દ્ર સરકારે પૂરી આપવાનું બંધ કરે તે પછી ઘણાં રાજ્યોની આવકમાં ઘટાડો થઈ જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ બાબતે નવેસરથી વિચારણા થવાની સંભાવના છે. કોન્ગ્રેસ શાસિત રાજ્યોએ આ મુદ્દે રજૂાત કરી છે. ભાજપ શાસિત રાજ્યો બોલ્યા નથી છતાં તેમની આવક ઘટવાની તેમને દહેશત તો છે જ છે. આમ તો આ વળતર આપવાની મુદત ૩૦મી જૂન ૨૦૨૨ના દિને પૂરી થઈ ગઈ છે. પરંતુ દેશના બિનકોન્ગ્રેસી રાજ્યોએ આ મુદત લંબાવી આપવાની કરેલી માગણીના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર આ મુદ્દે પોઝિટિવ નિર્ણય લે તેવી સંભાવના હોવાનું જાણકારો કહે છે. રાજ્યોને વળતરના નાણાં ચૂકવી શકાય તે માટે લક્ઝરી ગુડ્સ કે પછી ડિમેરિટ ગુડ્સ એટલે કે તમાકુ, પાન મસાલા અને કોલ્ડ ડ્રિન્ક્સ પરનો સેસ ૨૦૨૬ની ૩૧મી માર્ચ સુધી ચાલુ રાખવાના નિર્ણયને કારણે કેટલાક નિષ્ણાતો આ તારણ પર આવી રહ્યા છે. સેસ થકી થનારી આવક વળતર આપવા લીધેલી લોનની રકમ કરતાં વધુ થવાની સંભાવના છે. તેથી એકાદ-બે વરસ સુધી વધુ વળતર આપે તેવી શક્યતા છે.છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને કેન્દ્રએ ૧૪ ટકાના વધારા સાથે કેટલું વળતર ચૂકવ્યુંકોરોનાને કારણે ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં કેન્દ્રની આવકમાં ઘટ પડતાં કેન્દ્ર સરકારે લોન લઈને પણ ગુજરાત સરકારને નાણાં ચૂકવ્યા છે. બાકીના નાણાં હવે પછી ચૂકવી દેશે. વરસ ચૂકવેલું વળતર ૨૦૧૭-૧૮ રૂ.૪૮૮૨ કરોડ૨૦૧૮-૧૯ રૂ.૮૭૮૮ કરોડ૨૦૧૯-૨૦ રૂ.૧૫૫૫૭ કરોડ૨૦૨૦-૨૧ રૂ.૨૬૯૬૮ કરોડ૨૦૨૧-૨૨ રૂ. ૨૦૦૩૮ કરોડછેલ્લા પાંચ વર્ષની GSTની આવક (રૂ. કરોડમાં)મહિનો ૨૦૧૮-૧૯ ૨૦૧૯-૨૦ ૨૦૨૧-૨૨ ૨૦૨૧-૨૨એપ્રિલ ૨૬૮૫ ૨૯૮૦ ૪૯૩ ૪૨૭૨મે ૨૬૫૧ ૨૭૫૭ ૧૫૧૯ ૨૬૩૭જુન ૨૬૯૧ ૨૬૯૩ ૨૪૨૩ ૨૮૭૫જુલાઈ ૨૭૩૬ ૩૩૨૮ ૨૫૦૪ ૩૮૯૩ઓગસ્ટ ૨૪૦૫ ૨૯૪૦ ૨૩૦૦ ૩૫૩૦સપ્ટેમ્બર ૨૬૯૫ ૨૭૬૧ ૨૪૫૪ ૩૬૫૪ઓકટોબર ૨૫૨૦ ૨૪૨૪ ૨૭૦૧ ૩૮૨૨નવેમ્બર ૨૭૧૨ ૨૭૫૫ ૨૯૦૫ ૪૦૦૫ડિસેમ્બર ૨૫૨૬ ૨૮૯૯ ૨૯૪૦ ૩૬૯૨જાન્યુઆરી ૨૬૫૩ ૩૧૩૨ ૩૪૧૪ ૪૩૬૬ફેબુ્રઆરી ૨૮૮૩ ૩૨૦૯ ૩૫૧૭ ૪૧૮૯માર્ચ ૨૮૭૨ ૨૮૩૯ ૩૫૨૪ ૪૫૩૧છેલ્લા પાંચ વર્ષની ફછ્ની આવક (રૂ. કરોડમાં)મહિનો ૨૦૧૮-૧૯ ૨૦૧૯-૨૦ ૨૦૨૧-૨૨ ૨૦૨૧-૨૨એપ્રિલ ૧૯૦૫ ૧૮૩૩ ૧૫૧૪ ૨૨૬૧મે ૧૮૧૨ ૧૭૮૮ ૭૭૯ ૧૯૧૩જુન ૨૦૧૩ ૧૯૬૪ ૧૧૯૯ ૨૦૫૫જુલાઈ ૧૯૭૨ ૧૮૩૪ ૧૫૨૯ ૨૩૩૭ઓગસ્ટ ૧૮૩૫ ૧૮૮૨ ૧૬૦૪ ૨૬૨૯સપ્ટેમ્બર ૧૮૪૪ ૧૭૨૩ ૧૪૯૮ ૨૪૯૨ઓકટોબર ૧૯૮૭ ૧૬૬૮ ૧૬૩૫ ૨૩૦૦નવેમ્બર ૨૦૧૦ ૧૮૩૪ ૨૦૧૨ ૩૦૬૬ડિસેમ્બર ૧૮૨૪ ૧૮૦૦ ૧૯૩૦ ૨૬૦૨જાન્યુઆરી ૧૮૪૨ ૧૯૨૨ ૨૦૭૩ ૨૬૬૩ફેબુ્રઆરી ૧૮૦૦ ૧૯૧૯ ૨૧૦૬ ૨૬૮૫માર્ચ ૧૬૨૨ ૧૭૯૮ ૨૨૧૩ ૨૫૯૫
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.