અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ દ્વારા ૭૩ ગામ લુણાવાડા પરગણા વણકર સમાજની બંધારણ પુસ્તિકાનું વિમોચન અને તેજસ્વી તારલા સમારંભ કરવામાં આવ્યો.
લુણાવાડા ખાતે તા.૦૯/૦૭ ના રોજ અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ દ્વારા ૭૩ ગામ લુણાવાડા પરગણાની બંધારણ પુસ્તિકાનું વિમોચન મહાસંઘના અધ્યક્ષ શ્રી અનિલભાઈ ચક્રવર્તી, મુખ્ય મહેમાન સેવાભાવી એડવોકેટ પ્રકાશભાઈ ધારવા, અતિથી વિશેષ અને બીજેપી જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ વણકર, પ. પૂ. રાધાસ્વામી બાપૂ (પ્રણામી સંપ્રદાય) અને કોંગ્રેસ તાલુકા સદસ્યશ્રી પરાગભાઇ વણકરના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું તેમજ તેજસ્વી તારલા, કોરોના વોરિયર્સ, નિવૃત્ત કર્મચારી, નવનિયુક્ત કર્મચારી અને સમાજસેવી વડીલોનો સન્માન કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો તેમજ મહાસંઘના સક્રિય હોદ્દેદારોના આકસ્મિક અવસાન બદલ સ્વ. દેવાભાઇ વણકર અને સ્વ. હર્ષદભાઈ વણકર માટે બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સમારંભમાં મહાનુભાવો અને અતિથી વિશેષમાં ૭૩ ગામના પ્રમુખ ડૉ. શૈલેષભાઈ દેસાઈ, ડૉ. મનીષભાઈ દેસાઈ, ડૉ. એન. ડી. પરમાર, ડૉ. પ્રદીપભાઈ દેસાઈ, ઉત્ક્રશભાઈ શર્મા, કે. ડી. વણકર, વાલજીભાઈ પરમાર, પૂનમચંદભાઈ પરમાર, ભોજનદાતા પૂજાભાઈ પરમાર, કાળુભાઇ માસ્ટર, કાંતિભાઈ દેવાભાઇ વણકર વગરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની સફળતા બનાવવા માટે મહીસાગર જીલ્લા પ્રમુખ દીનેશભાઈ પરમાર, રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ રતનબેન વણકર, મંગુબેન વણકર, તાલુકા પ્રમુખ પ્રદીપભાઈ પરમાર, નિવૃત મામલતદાર ધનજીભાઈ, વક્તા અને એનાઉન્સર શ્રી એલ કે વણકર , ગીતાબેન વણકર, મંગીબેન વણકર તાલુકા પ્રમુખ લુણાવાડા જેઠાભાઈ તલાટી,પ્રેમચંદભાઈ,કાતિલાલ પ્રમુખ કડાણા,મહાસચિવ કડાણા જયેશભાઈ અને નામી અનામી લોકો અને દાતાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.