ધીમી ધારે વરસાદ પડતાં છેવટે ખેડૂતો હરખાયા
સારા વરસાદથી સર્વત્ર ઠંડક પ્રસરી હતી અને શુક્રવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિરામ લીધા બાદ આજે સવારે ૧૧ વાગ્યાથી ધીમી ધારે ઝરમર ઝરમર વરસાદ વરસવાનું ચાલુ થયું હતું. જે આખા દિવસ દરમ્યાન થોડા વિરામ બાદ શરૂ રહ્યું હતું. ક્યાંક ક્યાંક સારું ઝાપટું પડયું હતું. સમગ્ર પાકો નવા પ્રાણ ફૂંકાયા હતા અને પાક લીલાછમ થઈ લહેરાય ગયા હતા. ખેડૂતોએ ધીમે ધીમે રોપણીનું કામ આરંભ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી
ભચાઉ તાલુકાના વિસ્તારમાં આકાશ વાદળોથી ગોરંભાઈ ગયું હતું. સૂર્ય નારાયણના દર્શન દુર્લભ બન્યા હતા.
વરસાદ વરસતાં ગામ માં પાણી વહી નિકળ્યા હતા ક્યાંક પાણી ભરાઈ રહેવાથી લોકોને અવર જવર માં મુશ્કિલી નો સામનો કરવો પડી રહ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.