ચાર વર્ષમાં 700 કાશ્મીરીઓ આતંકી બન્યા, આ વર્ષે 125 ઠાર - At This Time

ચાર વર્ષમાં 700 કાશ્મીરીઓ આતંકી બન્યા, આ વર્ષે 125 ઠાર


- કાશ્મીરમાં હજુ પણ 141 આતંકીઓ સક્રિય- સક્રિય આતંકીઓમાં 81 વિદેશી અને 59 સ્થાનિક, મોટા ભાગના હિઝબુલ અને તેના સંગઠનો સાથે જોડાયેલા- સરહદે જાસૂસી કે ઘુસણખોરીના સંદેશાઓ જાણવા માટે ચીનની ભાષાની ભારતીય સૈન્યને તાલિમ આપવામાં આવશેનવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં હજુ પણ આતંકીઓ સ્થાનિક યુવકોને ભડકાવીને આતંકવાદના રસ્તે લઇ જઇ રહ્યા છે. પ્રાપ્ત આંકડા અનુસાર છેલ્લા ચાર વર્ષમાં આવા આશરે ૭૦૦ જેટલા યુવકોને ભ્રમિત કરીને આતંકી બનાવી દેવામાં આવ્યા હતા. જ્યારે જમ્મુ કાશ્મીરમાં ૧૪૧ આતંકીઓ હાલ સક્રિય છે તેમાંથી મોટા ભાગના વિદેશી આતંકીઓ છે. આ આંકડા ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા હતા.મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર જમ્મુ કાશ્મીરમાં જે ૧૪૧ આતંકીઓ સક્રિય છે તેમાંથી ૮૧ આતંકીઓ વિદેશી છે જ્યારે ૫૯ આતંકીઓ સ્થાનિક છે. આ આતંકીઓમાં મોટા ભાગના લશ્કરે તોયબા અને તેના પેટા સંગઠનો જેવા કે રેસિસ્ટન્સ ફ્રન્ટ, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા છે. વર્ષ ૨૦૧૮માં ૧૮૭, ૨૦૧૯માં ૧૨૧, ૨૦૨૦માં ૧૮૧ અને ૨૦૨૧માં ૧૪૨ સ્થાનિકો આતંકી બની ગયા હતા. જ્યારે આ વર્ષે જુલાઇના અંત સુધીમાં ૬૯ યુવાઓને આતંકી બનાવી દેવાયા હતા. આ વર્ષે કુલ ૫૫ એન્કાઉન્ટર થયા જેમાં ૧૨૫ આતંકીઓને સુરક્ષા જવાનોએ ઠાર માર્યા હતા. જેમાં ૯૧ સ્થાનિક અને ૩૪ વિદેશી આતંકીઓ હતા.  ચીન દ્વારા લદ્દાખ અને અન્ય સરહદી વિસ્તારોમાં વારંવાર ઘુસણખોરી થઇ રહ્યાના અહેવાલો સામે આવતા હોય છે. આ સ્થિતિ વચ્ચે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી ભારતીય સૈન્યએ કરી લીધી છે. ભારતીય સૈન્ય હવે સરહદે તૈનાત જવાનો અને સૈન્ય સ્ટાફને ચીનની ભાષાની તાલિમ આપવા જઇ રહી છે. જેનો ઉપયોગ ચીનની દરેક જાસુસી કે સરહદે થતા અટકચાળાને પકડી પાડવા માટે થઇ શકશે. અગાઉ ચીને પણ ભારતીય ભાષાની જાણકારી ધરાવતા યુવાઓને સૈન્યમાં ભરતી કરવાનું શરૂ કર્યાના અહેવાલો સામે આવ્યા હતા. હવે ભારતીય સૈન્ય પણ તેનો જવાબ આપવા માટે ચીનની ભાષાની તાલિમ આપવાનું શરૂ કરી દીધુ છે. ચીનની વિવિધ ભાષાઓ પૈકી મન્દારિન ભાષા પર સૈન્યની નજર છે. આ ભાષા જાણનારા સરહદ નજીક વધુ હોવાની શક્યતાઓ છે. જેમના કોમ્યૂનિકેશનને પકડી પાડવા માટે ટ્રાન્સલેટરની પણ મદદ લેવામાં આવી રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.