ગોવા કોંગ્રેસમાં ભંગાણ, લોબોને નેતા પ્રતિપક્ષ પદેથી હટાવાયા
પણજી, તા.૧૦મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણની શાહી સુકાઈ નથી ત્યાં હવે ગોવામાં કોંગ્રેસમાં ભંગાણના સમાચારો વહેતા થયા છે. કોંગ્રેસના ૬થી ૧૦ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ગોવા કોંગ્રેસના પ્રભારી દિનેશ ગુંડૂ રાવે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે અમારા કેટલાક નેતા ભાજપ સાથે મળીને રાજ્યમાં કોંગ્રેસને નબળી કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ કાવતરાંનું નેતૃત્વ અમારા નેતાઓ એલઓપી માઈકલ લોબો અને દિગંબર કામતે કર્યું છે. કોંગ્રેસે માઈકલ લોબોને તાત્કાલિક અસરથી ગોવાના નેતા પ્રતિપક્ષ પદેથી હટાવી દીધા છે. લોબો સાથે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો હોવાનો દાવો કરાયો છે. હાલમાં ગોવામાં કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો છે. કોંગ્રેસે પક્ષના મુખ્યાલયમાં સાંજે બેઠક બોલાવી તો માત્ર ત્રણ જ ધારાસભ્યો પહોંચ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.