બિહારના મૂળ નિવાસીઓને પણ અનામતનો લાભ આપવા ઝારખંડ સરકારનો નિર્ણય - At This Time

બિહારના મૂળ નિવાસીઓને પણ અનામતનો લાભ આપવા ઝારખંડ સરકારનો નિર્ણય


- અગાઉ ઝારખંડના મૂળ નિવાસીઓ ઉપરાંત બિહારના નિવાસીઓ બિહાર અલગ થયું તે સમયે ઝારખંડના સરકારી વિભાગમાં કાર્યરત હતા તેમને અનામતનો લાભ મળતો હતોરાંચી, તા. 11 જુલાઈ 2022, સોમવારઝારખંડની હેમંત સોરેન સરકારે રાજ્યમાં વિવિધ પદ પર કાર્યરત બિહારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. કેડર વિભાજન બાદ બિહારથી આવેલા આરક્ષિત વર્ગના કર્મચારીઓના બાળકોને ઝારખંડમાં અનામતનો લાભ આપવામાં આવશે. રાજ્યની રચના પહેલા તથા કેડર વિભાજનના આધાર પર અનામત કેટેગરીના એસટી, એસસી તથા અત્યંત પછાત વર્ગ, પછાત વર્ગના જે કર્મચારીઓ ઝારખંડમાં પદસ્થાપિત છે પરંતુ બિહારના નિવાસી છે તેમને ઝારખંડમાં અનામત કેટેગરીની માન્યતા પ્રદાન કરવામાં આવશે. મતલબ કે, હવેથી આ પ્રકારના કર્મચારીઓના સંતાનોને પણ નિયુક્તિઓમાં અનામતનો લાભ મળશે.જાણો શું છે શરતો જોકે આ માટે સરકાર દ્વારા અમુક શરતો નિર્ધારિત કરવામાં આવેલી છે. સરકારના કહેવા પ્રમાણે ઝારખંડમાં અનામતનો લાભ લીધા બાદ તેમણે પોતાના મૂળ રાજ્ય બિહારમાં અનામતનો લાભ નહીં લેવામાં આવે તેની ખાતરી આપવી પડશે. આ માટે તેમણે એક શપથ પત્ર ભરીને બિહારના સંબંધિત જિલ્લાઓને સંપૂર્ણ સૂચના આપવી પડશે. જો કોઈ વ્યક્તિ બંને રાજ્યમાંથી અનામતનો લાભ લેશે તો તેને ગેરકાયદેસર માનવામાં આવશે. અગાઉ ઝારખંડમાં માત્ર રાજ્યના મૂળ નિવાસી હોય તેવા જ લોકોને અનામતનો લાભ મળતો હતો. તે સિવાય જે બિહારના નિવાસીઓ બિહાર અલગ થયું તે સમયે ઝારખંડના સરકારી વિભાગમાં કાર્યરત હતા તેમને અનામતનો લાભ મળતો હતો. વિભાગે 25મી ફેબ્રુઆરી 2019ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં સંશોધન કરીને આ નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે ઝારખંડના નિર્માણ પહેલા તથા બિહારથી આવેલા અનામત કેટેગરીના કર્મચારીઓના સંતાનોને પણ લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.