દિલ્હીમાં વીજળીની કિંમતમાં થશે વધારો, DERCએ આપી મંજૂરી
- વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશેનવી દિલ્હી, તા. 11 જુલાઈ 2022, સોમવારદેશમાં કોલસાની અછત અને સીએનજી ગેસના ભાવમાં વધારાની અસર હવે વીજ ગ્રાહકો પર થવા જઈ રહી છે. DERCએ રાજધાનીમાં વીજળીની કિંમતમાં વધારો કરવા સબંધી નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ વીજળીના કિંમતમાં વધારાની મંજૂરી DERCએ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના રૂપમાં આપી છે. દિલ્હીની ત્રણ ખાનગી પાવર કંપનીઓ BSES યમુના, BSES રાજધાની અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન કંપની (TPDDL) ને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના રૂપમાં વીજળીના દરો વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ વધારો રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં 2થી 6%નો હશે.BSES યમુના વિસ્તારમાં 6%, BSES રાજધાનીમાં 4% અને TPDDLના વિસ્તારોમાં 2% વીજળી ભાવોમાં વધારો થશે. વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. કોલસાની અછત અને ભૂતકાળમાં તેની વધેલી કિંમતોને કારણે પાવર જનરેશન દ્વારા વીજળીના દરોમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને DERC દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.