જોધપુર: પત્ની અને પુત્રીને બંધક બનાવનારા CRPF જવાને પોતાને જ ગોળી મારી દીધી
- જોધપુર સ્થિત CRPF ટ્રેનિંગ સેન્ટરમાં જવાને રવિવારે સાંજે 5:00 વાગ્યે પરિવાર સહિત પોતાને સરકારી ક્વાર્ટરના રૂમમાં બંધક બનાવી લીધા હતાજોધપુર, તા. 11 જુલાઈ 2022, સોમવારરાજસ્થાનના જોધપુરમાં પોતાના પરિવારને બંધક બનાવનારા CRPF જવાને પોતાને જ ગોળી મારી દીધી છે. પોલીસ કમિશનર રવિદત્ત ગૌંડે તેની પુષ્ટિ કરી છે. જવાન લગભગ છેલ્લા 18 કલાકથી પોતાની પત્ની અને 8 મહિનાની પુત્રીને એક રૂમમાં બંધક બવનાવ્યા હતા. તેની સાથે જ વારંવાર બાલકનીમાં આવીને હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. જોધપુર સ્થિત CRPF ટ્રેનિંગ સેન્ટરમાં જવાને રવિવારે સાંજે 5:00 વાગ્યે પરિવાર સહિત પોતાને સરકારી ક્વાર્ટરના રૂમમાં બંધક બનાવી લીધા હતા. 17 કલાક સુધી તેમણે કોઈની સાથે વાત પણ ન કરી અને અધિકારીઓ તથા પરિવાર દ્વારા સમજાવવા પર કોઈ રિસપોન્સ પણ નહોતો આપ્યો. તે વારંવાર બાલકનીમાં આવી હવાઈ ફાયરિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ 18 કલાકે જવાને પોતાનો મોબાઈવ ફોન ઓન કર્યો હતો. જવાન નરેશનું કહેવું છે કે, તેમણે અહીં કોઈની સાથે વાત નથી કરવી. તેમને અહીં કોઈ પણ અધિકારી પર વિશ્વાસ નથી. તે માત્ર CRPF આઈજી સાથે જ વાત કરશે જેઓ દિલ્હીમાં પોસ્ટેડ છે. જવાનની આ વાત સાંભળીને તરત જ દિલ્હી ફોન કરવામાં આવ્યો અને આઈજી વિક્રમ સહગલ તરત જ જોધપુર પહોંચી ચૂક્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે RTC સીઆરપીએફ જોધપુર પરિસરમાં ATS સહિત અન્ય સુરક્ષા એજન્સીઓના કમાન્ડોઝ પણ પહોંચી ચૂક્યા હતા. તેમણે જવાનના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ જવાને રૂમમાં પત્ની અને પુત્રીને બંધક બનાવ્યા હતા તેથી કંમાડો કોઈ પણ પ્રકારનું રિસ્ક નહોતા લેવા માગતા. બધા CRPFના આઈજી વિક્રમ સહગલના આવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમણે પોતાને ગોળી મારી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.