બોર્ડની પરીક્ષા ફરી જૂની પેટર્નથી લેવાશે, કોરોનાકાળ વખતની રાહતો પાછી ખેંચવાનો નિર્ણય - At This Time

બોર્ડની પરીક્ષા ફરી જૂની પેટર્નથી લેવાશે, કોરોનાકાળ વખતની રાહતો પાછી ખેંચવાનો નિર્ણય


2023ની બોર્ડની પરીક્ષામાં ધો.10માં 24ને બદલે 16 માર્કના જ હેતુલક્ષી પ્રશ્નો

ધોરણ 12 સાયન્સ-કોમર્સમાં જનરલ ઓપ્શન નહીં મળે

12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં 20ના બદલે હવે 10 MCQ

કોરોના મહામારી અને ઓનલાઈન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં ઘણો લર્નિંગ લોસ જોવા મળ્યો હતો જેના પગલે વર્ષ 2022ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણબોર્ડે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે સરળ પેપર સ્ટાઈલ બનાવીને લાગુ કરી હતી પરંતુ હવે જ્યારે કોરોના મહામારી નથી અને શાળાઓમાં શિક્ષણ પણ ઓફલાઈન ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણબોર્ડે કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓને આપેલી રાહત પાછી ખેંચી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.