સૌરાષ્ટ્રના 141 જળસ્રોતમાં પાણીનો જથ્થો 1.15 ટકા વધ્યો
સોરઠી ડેમમાં સૌથી વધુ 40 ફૂટ નવાં પાણીની આવક
ડેમ સાઇટો, ઉપરવાસમાં 29.82 MCFT નવું પાણી ઠલવાયું
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડવાનો ક્રમ શરૂ થયો છે ત્યારે મુખ્ય જળસ્રોતોમાં નવાં પાણીની આવકને પગલે સપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 39 જળાશય પર સામાન્યથી લઇને 2.6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારે 141 જળસ્રોતમાં નવાં પાણીનો જથ્થો 1.15 ટકા સુધી વધ્યો છે. ડેમ સાઇટ તેમજ ઉપરવાસમાં સચરાચર વરસાદને પગલે 29.82 મિલિયન ક્યુબિક ફીટ (એમસીએફટી) નવું પાણી ઠલવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.