મેપલવિલાના બિલ્ડર દંપતી સામે સી.આઇ.ડી.ની ઢીલી તપાસ - At This Time

મેપલવિલાના બિલ્ડર દંપતી સામે સી.આઇ.ડી.ની ઢીલી તપાસ


વડોદરા,મેપલવિલાના બિલ્ડર દંપતી  સી.આઇ.ડી.માં ગુનો દાખલ થયા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.સ્થાનિક  પોલીસે શરૃઆતમાં ફરિયાદ નહી લેતા છેવટે સી.આઇ.ડી.માં ન્યાય મળવાની આશાએ ફરિયાદ નોંધાવી હતી.પરંતુ,સી.આઇ.ડી.ની તપાસ પદ્ધતિ પણ બિલ્ડર દંપતીને મદદરૃપ થતી હોવાનું લાગી રહ્યું છે. મોરબીના રવાપરરોડ ખાતે દાઉદી પ્લોટમાં રહેતા દિલાવરસિંહ કરણસિંહ ઝાલા અને તેમના મિત્ર દિવ્યરાજે વડસરની  મેપલવિલા બંગલોઝ સ્કીમના બિલ્ડર દંપતી અપૂર્વ અને તેની પત્ની ભૈરવી  પાસેથી બે બંગલો લીધા હતા.આ બંગલા પર  અગાઉ થી જ લોન લેવામાં આવી હતી.જે વિગતો બિલ્ડર દ્વારા છૂપાવવામાં આવી હતી.આ અંગે દિલાવરસિંહ દ્વારા સી.આઇ.ડી.ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવતા વડોદરા ઝોનમાં ગુનો દાખલ થયો હતો.પરંતુ, ગુનો દાખલ થયા પછી દંપતી ફરાર થઇ ગયા છે.આ  કેસમાં ગોકળ ગાયની ગતિએ  ચાલતી  તપાસના કારણે દંપતી વિદેશ ભાગી  ગયા હોવાની શંકા સેવાઇ રહી છે.ગુનો દાખલ થયાના ૧૫  દિવસ પછી પણ સી.આઇ.ડી.એ  જાણી શકી નથી કે, બિલ્ડર દંપતી વિદેશ ભાગી ગયા છે કે કેમ ?સી.આઇ.ડી.એ માત્ર ત્રણ વ્યક્તિના નિવેદનો લઇ સંતોષ માની લીધો છે.બિલ્ડર અપૂર્વ સામે વડોદરામાં નોંધાયેલા કેસની વિગતો પણ સી.આઇ.ડી.મેળવી શકી નથી.પોલીસની આવી તપાસ એવી શંકા ઉપજાવી રહી છે કે,પોલીસ આરોપીને નોટ ટુ એરેસ્ટનો ઓર્ડર મળે તેની રાહ  જોઇ રહી છે.રેરાના રજિસ્ટ્રેશન વિના બિલ્ડરે  કોના  પીઠબળથી બાંધકામ શરૃ કર્યુ તેની તપાસ વડોદરા,બિલ્ડર અપૂર્વ સામે થયેલી ફરિયાદો શહેર પોલીસે અરજી સ્વરૃપે લઇને ફાઇલ  કરી દીધી હતી.કોઇ જ ગુનો દાખલ કર્યો નહતો.પરંતુ, રાજ્ય પોલીસ વડા સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો  પછી અપૂર્વ સામે તપાસ કરવા માટે સીટની  રચના કરવામાં આવી છે.અને ત્રણ જ દિવસમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે.મેપલસિગ્નેચરની સાઇટમાં અપૂર્વએ કેટલા લોકો  પાસેથી બુકીંગ પેટે રૃપિયા લીધા છે ?તે  દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.રેરામાં રજિસ્ટ્રેશન વિના  કોના પીઠબળથી અપૂર્વએ બાંધકામ શરૃ કરીને રૃપિયા ઉઘરાવવાનું શરૃ કર્યુ હતું.તે  પણ તપાસનો વિષય છે.ડીસીપી યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે,અમે તમામ અરજીઓનું સંકલન કરીને તપાસ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.