બગદાણામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાયો - At This Time

બગદાણામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાયો


- અલગ-અલગ 21 વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરી થશે- 87 ગામોના ૨૦૦૦ ભાઈઓ અને 5000 મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવારત રહેશેકુંઢેલી : રાજયના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન મહુવા તાલુકાના બગદાણા ખાતે આગામી તા.૧૩.૭ ને બુધવારના રોજ ગુરુપૂણમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે. ત્યારે ગુરૂઆશ્રમ બગદાણા ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે આજે અહીં સ્વયંસેવકો દ્વારા વિવિધ સેવાકીય કામગીરીનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો.ગત વર્ષના અષાઢી પૂનમ એટલે કે ગુરૂપૂણમા મહોત્સવની ઉજવણી કોરોનાકાળને કારણે થઈ શકી ન હતી.ત્યારે આ વર્ષે ગુરૂપૂણમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થવાની હોય બાપાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આ દિવસે ઉપસ્થિત રહેશે.આ નિમીત્તે  રસોડા વિભાગ સહિત અલગ-અલગ ૨૧ વિભાગોમાં સેવક સમુદાયની આયોજનપૂર્વક કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ ગુરૂપૂણમાની ઉજવણીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની ગણતરી સાથે રસોડા વિભાગમાં તમામ તૈયારીઓ થઈ રહી છે. મોટા માનવ સમુદાયની વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે  સ્વયંસેવક મંડળના ૮૭ ગામોના ૨,૦૦૦ ભાઈઓ અને ૫,૦૦ જેટલી મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા પૂરી પાડશે. અત્રે ગુરૂઆશ્રમની પરંપરા પ્રમાણે દરેકને ભોજન પ્રસાદ પંગતમાં બેસીને પીરસવામાં આવે છે. વ્યવસ્થા ખાતર ગોપાલ વાડીમાં ભાઈઓ અને સંતો તેમજ આશ્રમની નજીકના પરિસરમાં આવેલા રસોડા વિભાગમાં બહેનો ભોજન પ્રસાદ લેશે.અહીં પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સહિત ૧૩૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧ પીઆઈ,૫ પીએસઆઈ તેમજ હોમગાર્ડના ૯૦ જવાનોનો બંદોબસ્ત રહેશે.આકસ્મિક સંજોગો માટે મહુવા નગરપાલિકા દ્વારા એક ફાયર ફાઈટર વાહન સ્ટેન્ડ બાય રહેશે. આ સિવાય એક ૧૦૮ સહિત ત્રણ મેડિકલ એમ્બ્યુલન્સ પણ રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર દ્વારા અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જયાં પ્રાથમિક સારવાર તેમજ બાર વર્ષથી ઉપરના માટે કોરોના રસીકરણ કેમ્પ પણ રહેશે.આશ્રમ પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભકતોને રક્તદાન કરવા અનુરોધ કરાયો છે. ગુજરાત રાજય એસટી નિગમ ભાવનગર ડેપો દ્વારા પાલીતાણા,તળાજા, મહુવા સહિતના બસ ડેપો પરથી ખાસ બસો બગદાણા ધામે આ દિવસના દોડાવવામાં આવનાર છે. સરકારની કોરોનાની ગાઈડ લાઈન મુજબ  મોં પર માસ્ક બાંધવું તેમ જ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું આશ્રમના વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.