આર.ટી.ઓ. દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશમાં 21 વાહનો ડિટેઇન થયા - At This Time

આર.ટી.ઓ. દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશમાં 21 વાહનો ડિટેઇન થયા


- ભાવનગર સહિત તાલુકા મથકો પર તંત્રની કામગીરી- વિવિધ ટ્રાફીક નિયમોને લઇ તંત્ર દ્વારા કુલ મળી 385 કેસ : 26 લાખ રીકવર કરાયાભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત તાલુકા મથકો અને જાહેર ચેકપોસ્ટ પર આર.ટી.ઓ.ના સઘન ચેકીંગ દરમિયાન કુલ ૩૮૫ કેસ દાખલ કરાયા હતા. તો અલગ અલગ ટેક્સ ન ભરનારા એવા ૨૧ વાહનો ડિટેઇન કરાયા હતા.આ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ટ્રાફીક નિયમોને ફોલો કરાવવા પોલીસ સહિત આરટીઓ પણ તબક્કા પ્રમાણે ચેકીંગ કાર્યવાહી હાથ ધરતુ હોય છે. ગત માસ દરમિયાન બુધેલ ચોકડી, નારી ચોકડી, નિરમા ચોકડી, નવા બંદર રોડ, પાલિતાણા, મહુવા સહિતના તાલુકા મથકો ઉપર પણ સઘન ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી અને ઓવર લોડ, ઓવર ડીપ મેન્શન, ટેક્સ રોડ સેફટી, જરૂરી આધાર દસ્તાવેજોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત અલગ અલગ કુલ ૩૮૫ કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે ચેકીંગ દરમિયાન ટેક્સ બાકી હોય તેવા વાહનો સામે ખાતાકીય પગલા એટલે કે ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ મળીને ૨૧ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આમ કરેલ કેસ અને વાહન ડિટેઇન બાદ માસના અંતે આરટીઓ દ્વારા કુલ ૨૬.૮૬ લાખની રીકવરી કરાઇ હોવાનું જણાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.