સાયબર ક્રાઈમનો સૌથી વધુ શિકાર યુવા પેઢી જ બને છે - At This Time

સાયબર ક્રાઈમનો સૌથી વધુ શિકાર યુવા પેઢી જ બને છે


- આજના ટેકનોલોજીના યુગમાં- પોરબંદર જિલ્લાની 11 શાળાના 1069 વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિશેની સમજ આપવામાં આવી પોરબંદર : આધુનિક યુગમાં યુવાપેઢી સૌથી વધુ સાયબર ક્રાઈમનો શિકાર બને છે તે પ્રકારની માહિતી સાથે પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સાયબર વોલેન્ટીયર દ્વારા પોરબંદર જીલ્લાની ૧૧ શાળાના ૧૦૬૯ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમ વિશેની સમજ આપીને ચેતવા અપીલ કરી હતી. પોરબંદર સાયબર કાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સાયબર વોલેનટીયર દ્વારા સાયબર અવેરનેસ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦૬૯ શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકના અધિકારીઓએ સાયબર ક્રાઇમ વિશેની સમજુતી આપતા જણાવ્યું હતું કે, આજના સમયમાં ટેકનોલોજી ખુબ આગળ વધી છે. ઇન્ટરનેટના માધ્યમથી બધી જ સુવિધા ઘરબેઠા મળી જાય છે. જેમ- જેમ ઇન્ટરનેટની સુવિધા વધી તેને સાયબરક્રાઈમ પણ વધવા માંડયા છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી ધાક - ધમકી, નાંણાકીય ફ્રોડ અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડીજીટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાને સાયબર ક્રાઈમ કહી શકાય છે. આજના ટેકનોલોજીના યુગનાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ, મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા- કાનુનનો ભંગ કરીને છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ હવે સજ્જ થયું છે. ગુજરાત રાજયના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઈમ સુરક્ષા આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી મદદરૂપ બને છે. પોલીસ દ્વારા વિવિધ સાયબર ફોડ થયા તે સામે કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.