સરકારી આવાસ ફાળવ્યા બાદ ઉપયોગમાં લીધું નહીં હોય તો પરત લેવાનો નિર્ણય - At This Time

સરકારી આવાસ ફાળવ્યા બાદ ઉપયોગમાં લીધું નહીં હોય તો પરત લેવાનો નિર્ણય


કર્મચારીઓની આવાસ પ્રતિક્ષા યાદી લંબાતી હોવાના પગલેસેક્ટર-૬માં પેટા ભાડુઆતની તપાસમાં ૩૦ આવાસ બંધ હાલતમાં મળ્યા
: વિભાગો, સંસ્થાઓને
પત્ર પાઠવાશેગાંધીનગર: પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી આવાસ પેટા ભાડાથી અથવા
અન્યને રહેવા આપી દેવાના કિસ્સા શોધવા સેક્ટર ૬ની વસાહતમાં રેડ પડાઇ ત્યારે ૩૦
આવાસ બંધ હાલતમાં મળ્યા હતાં. ત્યારે આવાસ માટેની પ્રતિક્ષા યાદીમાં સંખ્યા ઘટાડવા
માટે હવે ફાળવણી બાદ બિન ઉપયોગી પડયા હોેય તેવા આવાસ પરત લેવા નિર્ણય કરાયો છે.
તેના માટે વિભાગો અને સંસ્થાઓને પત્ર પાઠવવામાં આવશે.સરકારી આવાસમાં રહેણાંકની સુવિધા મેળવવા માટે સરકારના વિવિધ
અધિકારી, કર્મચારીઓ
લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. તેવા સંજોગોમાં એવા કિસ્સા પણ નજર સામે આવ્યા છે, કે તંત્ર દ્વારા આવાસની
ફાળવણી કરી દેવામાં આવ્યા બાદ લાંબો સમય વિતવા છતાં આવાસ મેળવનાર સરકારી વિભાગ, સંસ્થા દ્વારા તેના
કર્મચારી કે અધિકારીને તે માકન રહેવા માટે આપવામાં આવ્યું નથી અથવા વ્યક્તિગત રીતે
લાભાર્થી દ્વારા આ મકાનમાં રહેવાનું ટાળવામાં આવ્યું છે. જેના કારણે આવાસ બિન ઉપયોગી
પડી રહે છે અને બીજી તરફ પ્રતિક્ષા યાદી લંબાતી રહે છે. મતલબ કે જેમને જોઇએ છે, તેમને આવાસ મળતાં
નથી અને જેમને ફાળવવામાં આવ્યા છે,
તેઓ ઉપયોગ કરી રહ્યાં નથી.

આ મુદ્દે નક્કર પરિણામ મેળવવા માટે સચિવાલય કક્ષોથી આદેશ આપવામાં
આવતાં પાટનગર યોજના વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે. ઘણા કિસ્સામાં સરકારી
વિભાગોને એક સાથે એકથી વધુ મકાન ફાળવી દેવાયા હોય છે અને તેમાના ઘણા બંધ હાલતમાં
રહ્યાં છે. ત્યારે મકાન બંધ હાલતમાં મળી આવે તો વ્યક્તિગત લાભાર્થી સરકારી વિભાગ
કે સંબંધિત સંસ્થાને પત્ર પાઠવીને મકાન જમા કરાવી દેવા કહેવાશે. જરૃર જણાયે ફાળવણી
રદ કરી દઇને સીધો કબ્જો મેળવી લેવાની કાર્યવાહી પણ કરાશે. ચોક્કસ કિસ્સાઓમાં
નિયમાનુસાર બજાર દરથી ફાળવણીની તારીખથી ભાડું વસૂલવા સહિતની કાર્યવાહી પણ કરવામાં
આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.