ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયાં
શહેર વિસ્તારના ૧૭ કેસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથીગ્રામ્યમાં અડાલજના ત્રણ અને સાંતેજના એક દર્દીનો સમાવેશ, પોઝિટિવ દર્દીઓમાં ૧૫ પુરૃષ અને ૬ મહિલાગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં રવિવારે ૨૧ દર્દીના કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવ્યા હતાં. જેમાં ૧૫ પુરૃષ અને ૬ મહિલાનો સમાવેશ થયો હતો. તેમાંથી બે
દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે
શહેર વિસ્તારમાંથી મળેલા ૧૭ કિસ્સામાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી ન હતી. દરમિયાન
ગ્રામ્યમાં અડાલજમાંથી ૩ અને સાંતેજમાંથી ૧ દર્દી મળ્યા હતાં.કોરોનાની નવી લહેરમાં હકારાત્મક સમાચાર એ છે, કે હળવા લક્ષણોના
પગલે દર્દીઓ ખુબ ઝડપથી સાજા પણ થઇ રહ્યાં છે. રવિવારે શહેર વિસ્તારમાંથી ૧૦ અને
ગ્રામ્યમાંથી ૪ મળીને ૧૪ દર્દી સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી હતી. નવા કેસને
સંબંધમાં આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પાટનગરમાં સેક્ટર ૭માં
રહેતા ૪૧ વષય યુવાન અને કલોલના સાંતેજમાં રહેતા ૩૨ વષય યુવાનને સારવાર માટે
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગર શહેર વિસ્તારના હોમ આઇસોલેટ કરાયેલા દર્દીઓમાં
કુડાસણની ૨૨ વષય અને ૨૩ વષય યુવતી,
બોરીજનો ૨૨ વષય યુવાન,
રાયસણના ૫૦ વષય મહિલા તથા ૪૭ વષય પ્રૌઢ અને ૨૩ વષય યુવાન, રાંધેજાની ૨૦ વષય
યુવતી, સેક્ટર
૨૯નો ૩૦ વષય યુવાન, પેથાપુરમાં
૪૫ વષય અને ૩૬ વષય યુવા, સેક્ટર
૪માં ૪૪ વષય, ૨૨ વષય
અને ૨૫ વષય યુવાન તથા ૬૦ વર્ષના વૃદ્ધ,
સેક્ટર ૨માં ૬૨ વષય વૃદ્ધ અને સેક્ટર ૩માં ૬૧ વષય વૃદ્ધનો સમાવેશ થાય છે.
જ્યારે ગાંધીનગર તાલુકા વિસ્તારમાં અડાલજમાં રહેતા ૨૭ વષય યુવાન, ૨૬ વષય યુવતી તથા
૪૬ વષય પ્રૌઢાનો સમાવેશ કોરોના પોઝિટિવ દર્દીમાં થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.