*વંદે ગુજરાત વિકાસ યાત્રા* ____________ *બોટાદના ગઢડીયા ગામે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું - At This Time

*વંદે ગુજરાત વિકાસ યાત્રા* ____________ *બોટાદના ગઢડીયા ગામે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું


*વંદે ગુજરાત વિકાસ યાત્રા*
____________
*બોટાદના ગઢડીયા ગામે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું*
___________

માહિતી બ્યુરો, બોટાદ તા.૧૦ :- આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નો રથ તા. ૫ મી જુલાઈથી બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે આજે છઠ્ઠા દિવસે બોટાદના ગઢડીયા ગામે "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નો રથ આવી પહોચતા ગઢડીયા ગામની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ગ્રામજનોને સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓથી માહીતગાર કરાયાં હતાં.

આ વેળાએ બોટાદના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. એન. માંઝરીયા, વિસ્તરણ અધિકારીશ્રી રમેશભાઈ લાખાણી, ગઢડીયાના તલાટી કમ મંત્રી શ્રીમતી ભારતીબેન ઝાપડીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.