આસામઃ કાંગારૂ કોર્ટના આદેશ બાદ હત્યાના આરોપીને જીવતો સળગાવાયો - At This Time

આસામઃ કાંગારૂ કોર્ટના આદેશ બાદ હત્યાના આરોપીને જીવતો સળગાવાયો


- થોડાંક દિવસો પહેલા જાદુ-ટોણા કરવાની આશંકામાં એક મહિલાની કથિતરૂપે હત્યા કરવામાં આવી હતી અને ટોળાએ તેના આરોપીને સજા આપીદિસપુર, તા. 10 જુલાઈ 2022, રવિવારઆસામના નગાંવ જિલ્લામાં કાંગારૂ કોર્ટના આદેશ બાદ એક વ્યક્તિને જીવતી સળગાવી દેવાઈ હતી. ત્યાર બાદ મૃતદેહના બાકીના અવશેષોને પણ દફનાવી દેવામાં આવ્યા હતા. મૃતક વ્યક્તિની ઓળખ રંજીત બોરદોલોઈ તરીકે સામે આવી છે. આ સમગ્ર ઘટના અંગે જાણ થયા બાદ સમાગુરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અનેક કલાકની જહેમત બાદ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં મૃતકના શબને બહાર કાઢ્યું હતું. ગ્રામીણોના કહેવા પ્રમાણે થોડાંક દિવસો પહેલા જાદુ-ટોણા કરવાની આશંકામાં એક મહિલાની કથિતરૂપે હત્યા કરવામાં આવી હતી. નગાંવના બોરલાલુંગ ગામમાં રહેતી સબિતા પાતોર નામની એક મહિલાની 5 લોકોએ મળીને હત્યા કરી હતી. સમગ્ર ઘટનાની તપાસ માટે કાંગારૂ કોર્ટ બોલાવવામાં આવી હતી જેમાં હત્યામાં કથિતરૂપે સામેલ લોકો સામે કેસ ચાલ્યો હતો. આ બધા વચ્ચે મુખ્ય આરોપી રંજીતે હત્યાની કબૂલાત કરી લીધી હતી.  કોર્ટે જીવતા સળગાવી દેવાનો હુકમ આપ્યોરંજીતે ગુનો કબૂલ્યો એટલે તરત જ કાંગારૂ કોર્ટે તેને જીવતો સળગાવી દેવાનો હુકમ સંભળાવ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામીણોએ તેના સાથે મારપીટ શરૂ કરી દીધી હતી અને ત્યાર બાદ જીવતો સળગાવી દીધો હતો. ઉપરાંત ગ્રામીણોએ પુરાવા નષ્ટ કરવા માટે પણ પ્રયત્ન કર્યા હતા. જોકે પોલીસે ભારે મહેનત બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પુછપરછનગાંવના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી મૃણમય દાસે જણાવ્યું કે, શુક્રવારે સાંજે 6:00 વાગ્યે એક વ્યક્તિને જીવતી સળગાવીને દફનાવી દેવાઈ હોવાની સૂચના મળી હતી. ભારે મહેનત બાદ તેના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને પુછપરછ શરૂ કરવામાં આવી છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. શું છે આ કાંગારૂ કોર્ટ?હકીકતે કાંગારૂ કોર્ટનો ઉદ્દેશ્ય એવી કોર્ટ કે પંચાયત સાથે છે જ્યાં કોઈને ગેરકાયદેસર રીતે આરોપી ઠેરવીને સજા આપવામાં આવે છે. અથવા તો લોકોના કોઈક જૂથના દબાણમાં આવીને એકતરફી નિર્ણય સંભળાવી દેવાય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.