‘હું શાળાએ જઈ રહ્યો છું’- આટલા વાક્યનું પણ અંગ્રેજી ન કરી શક્યા અંગ્રેજી-સંસ્કૃતના હેડમાસ્તર, થઈ જોવા જેવી
- આ મામલો જિલ્લાના પકડીદયાલ પ્રખંડ ક્ષેત્ર સરકારી સ્કૂલનો છેબિહાર, તા. 10 જુલાઈ 2022, રવિવારબિહારના મોતિહારી જિલ્લામાં એક સરકારી સ્કૂલના હેડમાસ્ટરે શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલ્લી કરી દીધી છે. હેડમાસ્તર સાહેબને કેમેરા સામે અંગ્રેજીમાં 'મેં સ્કૂલ જા રહા હું' નું ભાષાંતર કરી શક્યા નહીં અને નિરીક્ષણ કરવા આવેલા એસડીઓની સામે ડોકિયું કરવા લાગ્યા. તે જ સમયે, શાળાના અન્ય શિક્ષક આબોહવા અને હવામાન વચ્ચેનો તફાવત કહી શક્યા નહીં. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જિલ્લાના પકડીદયાલ પ્રખંડ ક્ષેત્ર સરકારી સ્કૂલનો આ મામલો છે. SDO રવિન્દ્ર કુમાર છેલ્લા દિવસોમાં કેટલીક સ્કૂલોનું ઓચિંતું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ચૈતા પંચાયત સ્થિત અદ્યતન માધ્યમિક શાળામાં ગયા હતા અને સીધા ક્લાસરૂમમાં પહોંચી ગયા હતા. SDOએ ક્લાસરૂમમાં બાળકોને ભણાવી રહેલા એક સહાયક શિક્ષક મુકુલ કુમારને પૂછ્યું કે, જળવાયુ, મોસમ અને પર્યાવરણ વચ્ચે શું અંતર છે? જેનો સાચો જવાબ ન મળી શક્યો. ત્યારબાદ ખુદ SDOએ બ્લેકબોર્ડ પર લખીને ટીચર સહિત બાળકોને સરળ ભાષામાં વિસ્તારથી તેના વિશે સમજાવ્યું હતું. ત્યારબાદ SDO રવિન્દ્ર કુમારે સ્કૂલના હેડમાસ્ટર વિશ્વનાથ રામના કક્ષમાં પહોંચી ગયા હતા અને પૂછ્યું કે, તમે કયા વિષયના શિક્ષક છો? જવાબમાં હેડમાસ્ટરે કહ્યું કે, હું અંગ્રેજી અને સંસ્કૃત ભણાવું છું. સ્કૂલના નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન SDO રવિન્દ્ર કુમારે કહ્યું કે, શિક્ષકોને જરૂર છે કે, બાળકોને ભણાવવા પહેલા ઘરેથી અભ્યાસ કરીને આવવું. શિક્ષકોની સ્વાધ્યાયની આદત હવે છૂટી ગઈ છે આવી સ્થિતિમાં શિક્ષણ વિભાગે શિક્ષકોને સમયાંતરે તાલીમ આપવી જોઈએ.SDOએ હેડમાસ્ટરને સવાલ કર્યો કે, 'હું શાળાએ જઈ રહ્યો છું' નું તમે અંગ્રેજી અને સંસ્કૃત અનુવાદ જણાવો. આ સવાલનો તેમને ખોટો જવાબ મળ્યો હતો. ત્યારબાદ અધિકારીએ કહ્યું કે, મેં વિદ્યાલય જા રહા હું, નું ટ્રાન્સલેટ કરો. પરંતુ હેડમાસ્ટર અંગ્રેજી કે સંસ્કૃત એકેય વાક્યનું અનુવાદ ન કરી શક્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.