ભગવાન શિવ-પાર્વતીના વેશમાં મોંઘવારી પર નાટક ભજવવાનુ ભારે પડ્યુ, કલાકારની ધાર્મિક લાગણી દુભવવા બદલ ધરપકડ
નવી દિલ્હી, તા. 10 જુલાઈ 2022મોંઘવારી તરફ લોકોનુ ધ્યાન ખેંચવા માટે ભગવાન શિવના રોલમાં શેરી નાટક કરવાનુ એક એક્ટરને ભારે પડી ગયુ છે.મળતી વિગતો પ્રમાણે આસામમાં એક એક્ટરની પોલીસે આ માટે ધરપકડ કરી છે. આ એક્ટર અને તેની સાથેની એક એક્ટ્રેસે પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવાનો વિરોધ કરવા માટે ભગવાન શિવ અને પાર્વતીનો ગેટઅપ ધારણ કર્યો હતો. તેઓ નગાંવ શહેરના કોલેજ ચોક વિસ્તારમાં બાઈક પર પહોંચ્યા હતા.નાટકના ભાગરુપે અહીંયા બાઈકનુ પેટ્રોલ ખલાસ થઈ ગયુ હોવાનુ કારણ આપીને ઉભા રહી ગયા હતા અને સ્ક્રિપ્ટના ભાગરુપે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ જોઈને લોકોની ભીડ ભેગી થઈ હતી.ભગવાન શિવનો રોલ પ્લે કરી રહેલા કલાકારે પીએમ મોદી પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, ભાજપની સરકાર માત્ર મૂડીવાદીઓ માટે કામ કરે છે. એ પછી આ કલાકાર જોડી બીજા વિસ્તારમાં ગઈ હતી અને આ રીતે શેરી નાટક કર્યુ હતુ.આ કલાકારોના નામ વિરિંચી બોરા અને કરિશ્મા હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે તેમના નાટક સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ભડ્કયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, કલાકારોએ આ રીતે નાટક ભજવીને હિન્દુ ધર્મનુ અપમાન કર્યુ છે.દરમિયાન ભગવાન શિવનો રોલ ભજવનાર વિરંચી બોરાની પોલીસે ધરપકડ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.