ચુડા તાલુકાના દરોદ ગામે વહેલી સવારે ૪:૦૦ વાગ્યે દિવાલ ધરાશાયી થતાં યુવકનું મૃત્યુ - At This Time

ચુડા તાલુકાના દરોદ ગામે વહેલી સવારે ૪:૦૦ વાગ્યે દિવાલ ધરાશાયી થતાં યુવકનું મૃત્યુ


ચુડા તાલુકાના દરોદ ગામે આજે વહેલી સવારે ૪:૦૦ વાગ્યે મકાનની દિવાલ ધરાશાયી થતા રાહુલ રાયસંગભાઇ પરમાર યુવકનું મૃત્યુ થયુ હતુ અતિ વરસાદ નાં લીધે કાંચા મકાન ની દિવાલ તુટી પડતાં નીદ્રાધિન યુવાન રાહુલ રાયસંગભાઇ પરમાર ૨૦ વર્ષ નો યુવાન દટાયો હતો. અને ધંધુકા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી યુવક ને બહાર કાઢી ધંધુકાની રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા.

મૃતક

(૧) રાહુલ રાયસંગભાઇ પરમાર
૨૦ વર્ષ
રહે. દરોદ તા. ચુડા. જી. સુરેન્દ્રનગર

ધંધુકા ૧૦૮
પાઈલોટ : અનિરુદ્ધસિંહ વાળા
ઈ.એમ.ટી : અશોકભાઈ જમોડ

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.