મલેશિયા-ઈન્ડોનેશિયાના બે મુસ્લિમ હેકર્સ ગ્રુપનો ભારતની 2000 વેબસાઈટ પર એટેક - At This Time

મલેશિયા-ઈન્ડોનેશિયાના બે મુસ્લિમ હેકર્સ ગ્રુપનો ભારતની 2000 વેબસાઈટ પર એટેક


- નુપુર શર્માના વિરોધમાં ભારતની કંપનીઓ સામે સાયબર વોર- અમદાવાદ સાયબર સેલની મદદથી દેશની 80 સરકારી વેબસાઇટ સુરક્ષિત બની : અધિકારીઓએ બંને દેશોની સરકારને પત્ર લખીને રજૂઆત કરીઅમદાવાદ : મોહમ્મદ પૈગમ્બર સાહેબ અંગે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી મલેશિયા-ઈન્ડોનેશિયાના મુસ્લિમ હેકર્સના બે ગ્રુપ સક્રિય થયા હતા. આ હેકર્સે ભારતની બે હજાર વેબસાઈટ પર સાઈબર એટેક કર્યો હતો. નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી હેકર્સે ભારતની કંપનીઓ સામે રીતસર સાઈબર વોર શરૂ કર્યું છે.બે હેકર્સ ગ્રુપના હેકર્સે દુનિયાના તમામ મુસ્લિમ સાયબર હેકર્સની ઉશ્કેરણી કરીને ભારતની કંપનીઓ પર સૌથી મોટો સાયબર એટેક કરીને સાયબર વોર શરૂ કરવાનું કહ્યું  હતું. જેમાં મલેશિયાની ડ્રેગ્રન ફોર્સ અને ઇન્ડોનેશિયાના  હેક્ટીવિસ્ટ હેકર્સ ગ્રુપ દ્વારા ભારતની બે હજાર જેટલી કંપનીઓ પર સાયબર એેટેક કરાયાનો દાવો કરાયો છે.જોકે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે આ મામલે સક્રિય થઇને ભારતની ૮૦ જેટલી સૌથી મહત્વની સરકારી વેબસાઇટ તેમજ ઇન્ડોનેશિયા અને મલેશિયાની ૧૭૦ જેટલી કંપનીઓમાં શંકાસ્પદ પી વન કેટેગરીનો સૌથી જોખમી બગ્સ શોધી કાઢીને સુરક્ષિત બનાવવા  રિપોર્ટ કર્યો છે.મલેશિયા સ્થિત ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના હેક્ટીવિસ્ટ હેકર્સ ગ્રુપ દ્વારા ભારતની સરકારી અને ખાનગી કંપનીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવી હતી.જેના પગલે મોટા પ્રમાણમાં હેકર્સે બંને ગ્રુપ સાથે મળીને ભારતની બે હજાર જેટલી કંપનીઓ પર સાયબર એટેક કરાયાનો દાવો કરાયો હતો. જેમાં કેટલાક  આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, પોલીસ વિભાગ અને ડીસ ટીવીની વેબસાઇટ અને કેટલીક સરકારી કંપનીના ડેટા પણ હેક કરાયાના પુરાવા પણ આપ્યા હતા.આ બાબતને ધ્યાનમાં લઇને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પ્રોફેશનલ એથીકલ હેકર્સની ટીમ બનાવીને હેકર્સ દ્વારા મોકલવામાં આવેલા બગ્સ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં આ બગ્સ પી વન કેટેગરીનો હોવાનું જાણવા મળ્યું હતું. જેના દ્વારા દેશની સરકારી અને ખાનગી કંપનીઓની અત્યંત સંવેદનશીલ વિગતો લીક થવાનો ખતરો મંડરાતો હતો.  જેથી પ્રથમ દેશની સરકારી વેબસાઇટમાં એથીકલ હેકર્સ દ્વારા તપાસ કરવામાં આવતા  ૮૦થી વધારે વેબસાઇટ્સમાં જોખમ જોવા મળ્યું હતું. આ સાથે ઇન્ડોનેશીયાના ૧૦૦ જેટલી સરકારી અને મલેશિયાની ૭૦ જેટલી સરકારી વેબસાઇટમાં પણ વાયરસ મળી આવ્યો હતો.   આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે ભારતની સરકારી વેબસાઇટમાં જોખમી વાયરસ મળી આવતા આ અંગે તાત્કાલિક નેશનલ ક્રિટીકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્ક્ચર પ્રોટેશન સેન્ટર (એનસીઆઇઆઇપીસી)ને રિપોર્ટ કરાયો છે. સાથે સાથે તમામ વેબસાઇટને સુરક્ષિત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે હેક્ટીવિસ્ટ અને ડ્રેગન ફોર્સ ગ્રુપે વેબસાઇટ્સ હેક કરીને પુરાવા પણ મુક્યા હતા. જેમાં બેંકની વિગતો, સરકારી વેબસાઇટ અને કોર્ટની વેબસાઇટ, પોલીસ અધિકારીઓની માહિતી, હૈદરાબાદની સરકારી કંપનીની વેબસાઇટ અને એક ન્યુઝ ચેનલની વેબસાઇટને પણ હેક કરી હતી. આમ મુસ્લિમ હેકર્સના ગ્રુપ દ્વારા થયેલો આ અત્યાર સુધીનો ભારત પરનૌ સૌથી મોટો સાયબર એટેક છે. જેથી સાયબર એક્સપર્ટ અને એથીકલ હેકર્સની ટીમ હજુપણ  આ મામલે કામ કરીને બગ્સ શોધવા માટે કામગીરી કરી રહી છે. જો કે હાલ સરકારની ૮૦ જેટલી વેબસાઇટને સુરક્ષિત કરવામાં મહત્વની સફળતા મળી છેઅમદાવાદ સાઈબર ક્રાઈમના અધિકારીઓએ આ બાબતે મલેશિયા અને ઈન્ડોનેશિયાની સરકારને પત્ર લખીને સાઈબર એટેક અંગે જાણકારી આપી હતી અને હેકર્સ સામે પગલાં ભરવાની માગણી પણ કરી હતી. અમદાવાદાન સાઈબર ક્રાઈમ સેલના પત્રમાં આવા હેકર્સ સામે ઈન્ટરપોલની લૂક આઉટ નોટિસ જારી કરવાની રજૂઆત પણ થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.