જામનગરના એક શખ્સ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા સાથે અપમાનજનક શબ્દનું ઉચ્ચારણ કરાતાં રાજપૂત સમાજ ખફા
- 'મુસો જામનગર' નામના શખ્સને શોધી કાઢી તેની સામે કડક પગલાં ભરવા જિલ્લા પોલીસવડાને પાઠવાયું આવેદનજામનગર તા 8 જુલાઈ 2022,શુક્રવાર જામનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે, અને તેનું હાલ રાજકોટમાં નિર્માણ કાર્ય ચાલુ છે, ત્યારે જામનગરના મુસો-જામનગર નામધારી શખ્સ દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હોવાથી જામનગરનો રાજપૂત સમાજ ખફા થયો છે, અને મુસો-જામનગર નામના શખ્સને શોધી કાઢી, તેની સામે કડક પગલાં ભરવા માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં હિન્દુ સમ્રાટ એવા મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે, જે પ્રતિમા હાલ રાજકોટમાં નિર્માણ પામી રહી છે, અને પૂર્ણતાના આરે છે. જે સ્ટેચ્યુ પાસે એક શખ્સે જઈ બિભત્સ હરકત કરી હતી, અને મુસો મુસો બોલી અપશબ્દો ઉચ્ચાર્યા હતા, અને હિન્દુ સમ્રાટ એવા મહારાણા પ્રતાપસિંહજીનું અપમાન કર્યું હતું, જેને લઈને જામનગરનો રાજપૂત સમાજ ખફા થયો હતો.જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ આજે રાજપૂત સમાજના હોદ્દેદારો રેલી સ્વરૂપે જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચ્યા હતા, અને અપશબ્દોનું ઉચ્ચારણ કરનાર શખ્સ સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.રાજપૂત સમાજ દ્વારા આવો વિડીયો વાયરલ કરનાર મોબાઈલ નંબર શોધી કાઢ્યા છે, જેથી જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સમક્ષ મોબાઈલ નંબર સાથેનું આવેદનપત્ર અપાયું છે, અને હિન્દુ સમાજની અને ખાસ કરીને રાજપૂત સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય આચારનારા શખ્સને વહેલી તકે શોધી લઈ તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેવી માંગણી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.