દિલ્હીમાં રૃ. ૬૨ લાખની જૂની નોટો સાથે બેની ધરપકડ
નવી દિલ્હી,
તા. ૭નોટબંધીને ૬ વર્ષ થઇ ગયા છે. જૂની નોટો હવે લોકોને યાદ પણ
નહીં હોય પરંતુ દિલ્હીમાં બે લોકોને ૬૨ લાખ રૃપિયાની કીમતની જૂની નોટો સાથે
પકડવામાં આવ્યા છે. લક્ષ્મી નગર વિસ્તારની આ ઘટના છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે બે લોકોની પાસેથી ૫૦૦ અને
૧૦૦૦ રૃપિયાની જૂની નોટોના અનેક બંડલ મળ્યા છે. આ બંડલ ગણવામાં આવ્યા તો ખબર પડી
કે ૬૨ લાખ રૃપિયાની જૂની નોટો પકડાઇ છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ બંનેએ ૧૪ લાખ
રૃપિયા નવી કરન્સી આપીને આ જૂની નોટો ખરીદી હતી. અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે
આ લોકો જૂની નોટોનું શું કરવા માગતા હતાં અને આટલી મોટી સંખ્યામાં જૂની નોટો કોની
પાસેથી ખરીદી હતી.પોલીસની શરૃઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકોએ જૂની
નોટો અનેક જગ્યાએથી એકત્ર કરી હતી. આ બંને ૨૦ લાખ રૃપિયામાં આ જૂની નોટો અન્ય
કોઇને વેચવાના હતાં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે
૯૯.૯ ટકા જૂની નોટો બેકોમાં પરત આવી ગઇ હતી. ૦.૧ ટકા નોટો હજુ પણ બજારમાં ફરી રહી
છે. તેમણે માગ કરી હતી કે આ વાતની જાણ થવી જોઇએ કે આ જૂની નોટો એક્સચેન્જ થવાની
હતી. સરકારના ક્યા લોેકો આ રેકેટમાં સામેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.