'ભૂલ સુધારી શકાય છે' : મમતાની મોઈત્રાને માફી માગવાની સલાહ - At This Time

‘ભૂલ સુધારી શકાય છે’ : મમતાની મોઈત્રાને માફી માગવાની સલાહ


ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ મહાકાળી માતા પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી પછી વિપક્ષો ઉપરાંત પાર્ટીમાં પણ તેનો વિરોધ ઉઠયો હતો. એ મુદ્દે હવે મમતા બેનર્જીએ મોઈત્રાને માફી માગી લેવાની સલાહ આપી હતી.કોલકાત્તામાં સ્ટૂડન્ટ ક્રેડિટ કાર્ડ આપવાના એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે ભૂલો પણ થતી હોય છે. પરંતુ એ ભૂલોને સુધારી લેવી જોઈએ. ઘણાં લોકો સારા કામને જોતા નથી. અચાનક કોઈ મુદ્દે જોર જોરથી ત્રાડો પાડે છે. નકારાત્મકતા દિમાગને પ્રભાવિત કરે છે. એટલે હકારાત્મક વિચારો મનમાં લાવવા જોઈએ.એવું મનાઈ રહ્યું છે કે મમતા બેનર્જીએ સાંસદ મહુઆ મોઈત્રાને આ સલાહ આપી હતી. મહુઆની તરફેણમાં મમતા બેનર્જીનું વલણ આ નિવેદનોમાં જોઈ શકાયું હતું. અગાઉ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કાલી ફિલ્મના વિવાદાસ્પદ પોસ્ટર બાબતે એક ટીવી કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, તેનો ભારે વિરોધ થયો હતો. મધ્યપ્રદેશ સહિતના ઘણાં રાજ્યોમાં આ સાંસદ સામે ફરિયાદ દાખલ થઈ છે. પાર્ટીના જ કેટલાક નેતાઓએ આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું.વિવાદ વધ્યા બાદ માફી માગવાનો ઈનકાર કરીને મોઈત્રાને ફરિયાદોનો સામનો કરવાનું નિવેદન આપ્યું હતું અને ટીએમસીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને અનફોલો કરી દીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.