આયુર્વેદ : દુનિયા ભાવનાઓથી નથી ચાલતી, પરિણામની સાથે પુરાવા જોઈએ - At This Time

આયુર્વેદ : દુનિયા ભાવનાઓથી નથી ચાલતી, પરિણામની સાથે પુરાવા જોઈએ


- પીએમ મોદીએ કાશીમાં 1775 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું- ફ્યુચર રેડી વિચાર જ સારા શિક્ષણનો પાયો છે, આપણે તે દિશામાં કામ કરીશું તો વૈશ્વિક શિક્ષણના કેન્દ્ર તરીકે ઊભરીશું : મોદીવારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ સમાગમને સંબોધન કરતા કહ્યું કે, આજે દુનિયા પરિણામની સાથે પુરાવા પણ માગે છે. આપણે શિક્ષણ વ્યવસ્થાને એ રીતે તૈયાર કરવી પડશે કે દુનિયા આપણી બાબતોનો સ્વીકાર કરે. આયુર્વેદમાં આપણે આગળ છીએ અને તેના પરિણામ પણ મળે છે, પરંતુ તેના પુરાવા નથી મળતા. દુનિયા ભાવનાઓથી નથી ચાલતી તેના માટે પુરાવાઓની જરૃર છે.રાષ્ટ્રીય શિક્ષણ સમાગમને સંબોધન કરતાં આયુર્વેદનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આયુર્વેદમાં ભલે આગળ છીએ અને તેનાથી પરિણામ પણ મળે છે, પરંતુ પુરાવા નથી મળતા. આપણી પાસે ડેટા બેઝ હોવો જોઈએ. આપણે ભાવનાઓના આધારે દુનિયા બદલી શકીએ નહીં. આ જ કારણ છે કે પરિણામની સાથે પુરાવાની પણ જરૃર છે. તેમણે કહ્યું કે, તેથી જ યુનિવર્સિટીઓએ તેના પર કામ કરવું જોઈએ. પરિણામ છે તો પુરાવાઓ પણ શોધવા જોઈએ. સમૃદ્ધ દેશો પણ એ વાત અંગે ચિંતિત છે કે તેમની વસતીનો મોટો ભાગ વૃદ્ધોનો છે. આજે આપણો દેશ યુવાન છે અને ક્યારેક અહીં પણ આવી સ્થિતિ આવી શકે છે. શું દુનિયામાં કોઈ એવું છે, જે અત્યારથી જ તેના પર કામ કરી રહ્યું હોય, આ અંગે આપણે વિચારવું જોઈએ. આ જ ભવિષ્યનો વિચાર છે અને ફ્યુચર રેડી વિચાર જ સારા શિક્ષણનો પાયો છે.  પીએમ મોદીએ કહ્યું કે જો આપણે આ પેટર્ન પર કામ કરીએ તો મને વિશ્વાસ છે કે આગામી તબક્કામાં વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર તરીકે ઊભરી શકીએ છીએ. તેના માટે આપણે આપણી શિક્ષણ સંસ્થાને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તૈયાર કરવી જોઈએ. આ સાથે વડાપ્રધાન મોદીએ વારાણસીમાં રૃ. ૧૭૭૫ કરોડના ૪૩ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.