કચ્છના રણ પ્રદેશમાં નર્મદાના નીર પહોંચ્યાની ખુશી બાદ કેનાલમાં ભંગાણથી ખેતરોમાં ફરી વળ્યા પાણી
- માંડવીના ધારાસભ્ય અને નર્મદા વિભાગના કર્મચારીઓએ માત્ર ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવ્યું હોવાનો બચાવ કર્યોકચ્છ, તા. 07 જુલાઈ 2022, ગુરૂવારરાજ્ય સરકાર કચ્છના રણ પ્રદેશમાં નર્મદાના જળ પહોંચે તે માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. તે અંતર્ગત ગત તા. 6 જુલાઈના રોજ કચ્છમાં માંડવી નજીક રાયણ ગામ પાસેની મોડકૂબા અને ભુજપુર કેનાલમાં નર્મદા મૈયાના જળ પહોંચતા સ્થાનિકોએ તેને હર્ષભેર વધાવી લીધા હતા. ત્યારે પાણી પહોંચ્યાના 24 જ કલાકમાં માંડવીના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું છે. ગ્રામજનોએ ઢોલ-નગારાના નાદ સાથે હર્ષોલ્લાસપૂર્વક નર્મદાના નીરને વધાવી લીધા હતા. ત્યારે હવે માત્ર 24 જ કલાકમાં કેનાલમાં 2 મોટા ભંગાણ થવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
કેનાલ ટેસ્ટિંગ હોવાનો ધારાસભ્યનો બચાવમાંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા કેનાલમાં પાણી છોડાયાના બીજા જ દિવસે તેમાં ભંગાણ થવા અંગે બચાવ કરતા જોવા મળ્યા હતા. વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ગત રોજ ટેસ્ટિંગ માટે જ પાણી છોડવામાં આવ્યું હતું જેથી ક્યાંક નાની-મોટી ક્ષતિ રહી ગઈ હોય તો ખબર પડી જાય. આ સાથે જ તેમણે 1-2 જગ્યાએ ખામી દેખાઈ ત્યાં કામ ચાલી રહ્યું હોવાની માહિતી આપી હતી. ગાબડા પડ્યા બાદ ધીરે-ધીરે માટીના થર ખસી રહ્યા હોવાથી હજું મોટુ ગાબડું જોવા મળે તેવી આશંકા છે. ઘટના સ્થળે કેનાલની નીચેની બાજુએ સિમેન્ટ અને કોન્ક્રિટનું કામ નથી થયું અને માત્ર માટી પૂરી દેવામાં આવેલી છે. આ ઘટના સામે આવ્યા બાદ નર્મદા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.