તેલના 34 ડબ્બા લીધા બાદ ચીટર આવું છું કહી રફુચક્કર - At This Time

તેલના 34 ડબ્બા લીધા બાદ ચીટર આવું છું કહી રફુચક્કર


ઓઇલમિલરે કારમાં આવેલા શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ કરી.

કેરીનો વેપાર કરતા યુવાન સાથે રૂ.2.90 લાખની છેતરપિંડીનો બનાવ હજુ તાજો છે. ત્યાં હવે તેલના વેપારી ચીટરની ચુંગાલમાં ફસાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. મોરબી રોડ જકાતનાકા પાસે સતનામપાર્ક-3માં રહેતા રોહિતભાઇ જાદવજીભાઇ ભાગિયા નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણેય ભાઇઓ ટંકારાના હરિપર, ભૂતકોટડા ગામે જાનકી મિનિ ઓઇલમિલ ચલાવીએ છીએ. પોતે અને નાનો ભાઇ રાજકોટ રહીએ છીએ ત્યારે ગામેડે રહેતા મોટાભાઇનો ગત તા.29ના રોજ ફોન કરી સિંગતેલના 36 ડબ્બાનો ઓર્ડર છે. અને તે તેલના ડબ્બા મોરબી બાયપાસ રોડ પાસે આવેલા વર્કશોપ નજીક પહોંચાડવાના હોવાની અને તેની પાસેથી ચેક લઇ લેવાની વાત કરી હતી.

તેમજ તેઓ તેલના ડબ્બા સાદુર સાથે રાજકોટ મોકલતા હોવાનું પણ કહ્યું હતું. બાદમાં સાદુરભાઇ રાજકોટ પહોંચી ગયા બાદ તેને પોતાને ફોન કરતા પોતે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા સાદુરભાઇએ તેલના ડબ્બા જેમને આપવાના છે તે પાર્ટી સંજયભાઇ પટેલ છકડો રિક્ષા લઇને આવ્યા હોવાની વાત કરી હતી. ત્યારે તે સંજય પટેલ નામના શખ્સે 36 પૈકી 34 ડબ્બા છકડો રિક્ષામાં મૂકવાનું અને બે ડબ્બા મારે ઘરે લઇ જવાની વાત કરી હતી. જેથી 34 તેલના ડબ્બા છકડો રિક્ષામાં મુકાવી દીધા હતા. અને તે રિક્ષા સાધુવાસવાણી રોડ પર લઇ જવાની હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ સંજય પટેલે બાકીના બે ડબ્બા સાથે મારી કારની પાછળ પાછળ આવવાનું કહ્યું હતું. જેથી સંજય પટેલે તેની કાર રેલનગર પાણીના ટાંકા તરફ હંકારી હતી અને અમે પાછળ પાછળ જતા હતા. દરમિયાન અવધ સોસાયટી પાસે આવતા સંજય પટેલે તમે રિક્ષા અંદર લઇને જાવ, હું બીજા ગેટમાંથી કાર અંદર લઇને આવું છું. જેથી પોતે સાદુર સાથે તે સોસાયટીમાં અંદર ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.