ગુજરાતમાં વહેલી ચૂંટણીના એંધાણ ? પીએમ મોદી 15-16 જુલાઈએ ફરી ગુજરાત પ્રવાસે - At This Time

ગુજરાતમાં વહેલી ચૂંટણીના એંધાણ ? પીએમ મોદી 15-16 જુલાઈએ ફરી ગુજરાત પ્રવાસે


- વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે 7 જુલાઈના રોજ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશેઅમદાવાદ, તા. 06 જુલાઈ 2022, બુધવારગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 15 અને 16 જુલાઈના રોજ PM મોદી ગુજરાત આવશે. ત્યારબાદ રાજ્યમાં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં જોડાશે અને સભાઓ પણ સંબોધશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છમાં જંગી જનસભા સાથેનો કાર્યક્રમ યોજાશે. તો હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં પીએમ હાજર રહેશે. સાથે જ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અન્ય કાર્યક્રમોનું પણ આયોજન શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા એટલે કે 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે હવે ફરી 15 જુલાઈએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન તારીખ 15 અને 16 જુલાઈના રોજ કચ્છથી લઈને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે 7 જુલાઈના રોજ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રૂપિયા 1800 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને જીવન સરળ બનાવવા સાથે સંબંધિત છે. વડાપ્રધાન બપોરે 2 વાગ્યે વારાણસીની એલટી કોલેજમાં 'અક્ષય પાત્ર મધ્યાહ્ન ભોજનના રસોઈઘરનું ઉદ્ઘાટન કરશે. તે એક લાખ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.