પ્રેમલગ્ન કરનાર દંપતીએ દીક્ષા લઈ નવા નામ સાથે સંયમ તરફ પ્રયાણ કર્યુ
સુરત,તા. 6 જુલાઈ 2022,બુધવારઅમદાવાદના રહેવાસી પ્રિયાંકભાઈ અને ભવ્યતાબેને વેસુ વિસ્તારમાં રામવિહાર ખાતે દીક્ષા લઈ લીધી છે. નવા નામ અનુક્રમે પરમાર્થી વિજયજી મ.સા. અને ધર્માર્થી રત્નાશ્રીજી મ. સા. મેળવીને દંપતી બાળકોની જેમ સંયમના માર્ગે નીકળી ચૂક્યું છે.બાર વર્ષના લગ્નજીવન બાદ બે સંતાનોને સંયમના માર્ગેજૈન શાસનને અર્પણ કરીને મુમુક્ષુ પ્રિયાંકભાઈ અને ભવ્યતાબેન પણ સંયમના માર્ગે વળ્યા છે. પૂ.આ.ભ રત્નચન્દ્રસૂરીશ્વરજી મહારાજ (ડહેલીવાળા)ની પ્રેરણા અને સાથે સાથે પૂ.આ. ભ. ઉદવરત્ન સૂરીશ્વરજી મહારાજની વાચના તેમજ ભાઇ મહારાજ પૂ.મુનિ રાજદર્શન વિજયજી મહારાજ સાહેબના ઘડતરથી આ દંપતી દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. દંપતી દીક્ષા સાથે કુલ મળીને તેમના જ પરીવારમાં 47 દીક્ષા થઈ છે. કરોડોનો કારોબાર, વૈભવ, યૌવનવય, સુખ, સ્વજનો બધુ છોડીને આ દંપતીએ દીક્ષા લીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.